Saturday, 05/04/2025
Dark Mode

લોકડાઉન દરમિયાન વગર પરવાનગીએ અવાગમન કરતા એક દંપતી સહીત ત્રણ લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો

લોકડાઉન દરમિયાન વગર પરવાનગીએ અવાગમન કરતા એક દંપતી સહીત ત્રણ લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો

જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.20

લોકડાઉન દરમિયાન કોઇ સક્ષમ અધિકારીની મંજૂરી કે પાસ પરમીટ વગર એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટે પ્રાઇવેટ ગાડી લઇ મુસાફરી કરી જાહેરનામાનો ભંગ કરવા બદલ દાહોદ શહેરના એક દંપતી સહિત ત્રણ વિરુદ્ધ દાહોદ ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ દંપતી ગાડીના ડ્રાઈવર મારફતે આણંદ જિલ્લામાંથી દાહોદ આવ્યા હોવાનું જાણવા મળે છે.

પોલીસ અધિક્ષક હિતેશકુમાર જોયસરની સૂચના તથા નાયબ પોલીસ અધિક્ષક કલ્પેશ ચાવડાના માર્ગદર્શન હેઠળ દાહોદમાં કોરોનાવાયરસ સંક્રમણના નિવારણ માટે સમગ્ર દાહોદ જિલ્લામાં લોકડાઉન કરેલ હોય દાહોદ શહેરમાં પણ લોકડાઉન હોય અને કોરોનાવાયરસ અનુસંધાને કોઈપણ વ્યક્તિ પ્રાઇવેટ ગાડી લઇ સક્ષમ અધિકારીની મંજૂરી કે પાસ પરમીટ વગર એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં મુસાફરી તેમજ પરિવહન કરવા બાબતે જિલ્લા મેજિસ્ટ્રેટ દાહોદના જાહેરનામું અમલમાં હોવા છતાં દાહોદ શહેરના કડિયાવાડમાં રહેતા અલીઅસગર હુસેનીભાઈ ગરબાડાવાલાએ પોતાની પત્ની શીરીનબેન તથા તેમની દીકરીને લઇ ઉમરેઠ ગામ આણંદ જિલ્લામાંથી પ્રાઇવેટ ગાડી લઇ ડ્રાઇવર જયપાલ અંબાલાલ ભોઈને સાથે લઈ ગત તારીખ 17.5.2019 ના રોજ વહેલી સવારના પાંચ વાગ્યાના સમયે સક્ષમ અધિકારીની મંજૂરી કે પાસ પરમીટ વગર દાહોદ શહેરમાં પ્રવેશ કર્યો હતો. આ ત્રણેય ઈસમોએ દાહોદ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પડેલા જાહેરનામાનો ભંગ કરતા ઉપરોક્ત ત્રણ ઈસમો વિરુદ્ધ દાહોદ શહેર પોલીસ મથકે ગુનો દાખલ થતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!