Thursday, 21/11/2024
Dark Mode

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ ૧૨ માં સાયન્સનું પરિણામ જાહેર:દાહોદ જિલ્લાનું પરિણામ ૩૩.૨૩ ટકા…વધુ જાણો એક ક્લિકમાં

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ ૧૨ માં સાયન્સનું પરિણામ જાહેર:દાહોદ જિલ્લાનું પરિણામ ૩૩.૨૩ ટકા…વધુ જાણો એક ક્લિકમાં

 જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.૧૭

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ ૧૨ સાયન્સનું આજરોજ પરિણામ જાહેર થયું છે. આ સાથે જ દાહોદ જિલ્લાનું પરિણામ ૩૩.૨૩ ટકા જાહેર થયું છે. જ્યારે કેન્દ્રની વાત કરીએ તો, દાહોદ કેન્દ્રનું ૪૪.૩૩ અને લીમખેડા કેન્દ્રનું ૨૩.૦૨ પરિણામ છે. રાજ્યમાં જોવા જઈએ તો કેન્દ્ર પ્રમાણે સૌથી ઓછુ પરિણામ આ લીમખેડાનું રહેવા પામ્યું છે. ૨૦૧૯ની વાત કરીએ તો ૨૦૧૯માં જિલ્લાનું પરિણામ ૩૪.૯૨ હતુ જેની સરખામણી આ વર્ષના પરિણામમાં ૧.૬૩ ઓછુ પરિણામ આવ્યું છે. હાલ કોરોના વાયરસની મહામારી વચ્ચે સમગ્ર રાજ્યમાં લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે. આવા સમયે વિદ્યાર્થીઓ સહિત તેઓના વાલીઓ ઘરે જ રહી પરિણામ મોબાઈલ ફોન તેમજ પોતપોતાના કોમ્પ્યુટર જેવા સાધનોથી ઓનલાઈન પરિણામ નીહાળ્યું હતુ. આ વર્ષે દાહોદમાં એ – વન ગ્રેડમાં એક પણ વિદ્યાર્થીનો સમાવેશ થયો નથી જ્યારે એ -૨ ગ્રેડમાં ૬ વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે.
કોરોના વાયરસની વૈશ્વિક મહામારી વચ્ચે આજે ધોરણ ૧૨ સાયન્સનું પરિણામ જાહેર થયું છે. દર વર્ષે સામાન્ય દિવસોમાં શાળાની બહાર વાલીઓ તેમજ વિદ્યાર્થીઓનો જમાવડો નજરે પડતો હતો અને તે સિવાય સાયબર કેફે, ઓનલાઈન દુકાનો ખાતે પણ વાલી,વિદ્યાર્થીઓ પરિણામ જાવા ઉમટી પડ્યા પડતા હતા. આ વર્ષે કોરોના વાયરસના કહેર વચ્ચે વિદ્યાર્થીઓ સહિત વાલીઓએ ઓનલાઈન પરિણામ નીહાળી ઘરે બેઠા જ સંતોષ માન્યો હતો. દાહોદ જિલ્લામાંથી ધોરણ ૧૨ સાયન્સમાં આ વર્ષે ૧૬૦૧ વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી જેમાં વાત કરીએ તો ગ્રેડ પ્રમાણે વિદ્યાર્થીઓની તો આ વર્ષે એ – વન ગ્રેડમાં એકપણ વિદ્યાર્થીનો સમાવેશ થવા પામ્યો નથી જ્યારે એ-૨ ગ્રેડમાં ૬, બી – ૧ ગ્રેડમાં ૩૦, બી – ૨ ગ્રેડમાં ૬૩, સી – વન ગ્રેડમાં ૧૩૧, સી – ૨ ગ્રેડમાં ૨૧૮, ડી ગ્રેડમાં ૮૧ વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે.
દાહોદમાં શાળા પ્રમાણે પરિણામની વાત કરીએ તો, દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશ સોસાયટી સંચાલિત એમ.વાય.હાઈસ્કુલમાંથી આ વર્ષે ૧૧૫ વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી જેમાંથી ૬૬ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. આ શાળામાંથી પ્રથમ પાંચ ક્રમે આવનાર વિદ્યાર્થીઓ જેમાં કુ.ભાભોર ઉત્પલ કે.૭૯.૮૫ ટકા, સોલંકી દિવ્યાંગ વી. ૭૮.૦૦ ટકા, નચન્યા અંકિત એલ. ૭૭.૮૫ ટકા, કુ.નીનામા અંજલી બી.૭૫.૨૩ ટકા, કુ.વાઘેલા પ્રાંજલ એચ.,૭૪.૪૬, કુ.ડામોર પ્રવિના આર.૬૮.૭૭ પરિણામ જાહેર થયા છે.
લિટલ ફ્લાવર્સ હાઈસ્કુલની વાત કરીએ તો, આ શાળામાંથી કુલ ૧૨૭ વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી જેમાંથી ૩૭ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. આ શાળામાંથી પ્રથમ પાંચ ક્રમાકે આવેલ વિદ્યાર્થીઓમાં બેખુશી મુર્તુઝા સોમીલ ૮૫.૭૧ ટકા સાથે એ – ટુ ગ્રેડમાં, બાજી સકીના કુતબુદ્દીન ૮૫.૫૭ ટકા સાથે એ – ટુ ગ્રેડમાં, જીરૂવાલા મુફદ્દલ મોહમદ ૮૩.૨૩ ટકા સાથે એ-ટુ ગ્રેડમાં, નલવાયા ઉમ્મેહની ફખરી ૮૧.૪૨ ટકા સાથે બી – વન ગ્રેડમાં અને નંદા હીમાની સંજયકુમાર ૮૧.૨૮ ટકા સાથે બી – વન ગ્રેડમાં સમાવેશ થયો છે.

error: Content is protected !!