Sunday, 09/02/2025
Dark Mode

ઝાલોદમાંથી પરણીતાનો યુવક દ્વારા અપહરણ કરી લઈ ગયા બાદ ૨૦ દિવસ સુધી દુષ્કર્મ આચર્યુ.. પરિતાનો અપહરણ કર્યા બાદ પતિને મારી નાખવાની ધાકધમકી આપી વાસનાના ભૂખ્યા નરાધમે હવસ સંતોષી…

November 5, 2022
        1010
ઝાલોદમાંથી પરણીતાનો યુવક દ્વારા અપહરણ કરી લઈ ગયા બાદ ૨૦ દિવસ સુધી દુષ્કર્મ આચર્યુ..   પરિતાનો અપહરણ કર્યા બાદ પતિને મારી નાખવાની ધાકધમકી આપી વાસનાના ભૂખ્યા નરાધમે હવસ સંતોષી…

દાક્ષેશ ચૌહાણ, ઝાલોદ 

 

ઝાલોદમાંથી પરણીતાનો યુવક દ્વારા અપહરણ કરી લઈ ગયા બાદ ૨૦ દિવસ સુધી દુષ્કર્મ આચર્યુ..

 

પરિતાનો અપહરણ કર્યા બાદ પતિને મારી નાખવાની ધાકધમકી આપી વાસનાના ભૂખ્યા નરાધમે હવસ સંતોષી…

 

દાહોદ તા.૦૫

 

દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાંથી એક ૩૦ વર્ષીય પરણિતાનું એક યુવક દ્વારા અપહરણ કરી લઈ ગયાં બાંદ ૨૦ દિવસ સુધી તેણીની ઉપર બળાત્કાર ગુજારી પરણિતાના પતિને મારી નાંખવાની ધમકી આપતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.

 

ગત તા.૧૯મી ઓક્ટોમ્બરના રોજ દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ગોવિંદા તળાઈ ગામે હઠીલા ફળિયામાં રહેતો બાબુભાઈ વિરસીંગભાઈ હઠીલાએ ઝાલોદ તાલુકામાં રહેતી એક ૩૦ વર્ષીય પરણિતાને ઝાલોદ બસ સ્ટેશન ખાતેથી ગત તા.૧૯.૧૦.૨૦૨૨ના રોજ અપહરણ કરી લઈ નાસી ગયો હતો અને અલગ અલગ સ્થળોએ લઈ જઈ તારીખ ૩૦.૧૦.૨૦૨૨ સુધી પરણિતા ઉપર બળાત્કાર ગુજાર્યાે હતો અને પરણિતાને ધમકી આપી હતી કે જાે આ બાબતની કોઈને જાણ કરીશ તો તારા પતિને મારી નાંખીશ, તેવી ધમકીઓ આપતાં અને જેમ તેમ કરી પરણિતા બાબુભાઈના ચંગુલમાંથી છુટી પરત પોતાના ઘરે આવી ઉપરોક્ત ઘટના સંદર્ભે પોતાના પરિવારજનોને પોતાની આપવિતી સંભળાવ્યાં બાદ પરિવારજનો દ્વારા પરણિતાને ઝાલોદ પોલીસ મથકે લાવી પરણિતા દ્વારા આ સંબંધે ઉપરોક્ત યુવક વિરૂધ્ધ ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!