
દક્ષેશ ચૌહાણ,ઝાલોદ
દાહોદ જિલ્લામાં બાઈક ચોરીના બનેલા બે બનાવમાં બે બાઈકોની ઉઠાંતરી
દાહોદ જિલ્લામાં બાઈકચોરોનો કરખાટચરમસીમાએ પહોંચ્યો છે અને બાઈક ચોરો પણ પોતાનો કાબ અજમાવી પોતાના એક પછી એક કામને અંજામ આપી રહ્યા છે તેવા સમયે જિલ્લામાં જુદી જુદી જગ્યાએ બાઈક ચોરોએ પોતાનો કસબ અજમાવી રૂા . 40,000 ની કિંમતની બે મોટર સાયક્લોચોરીને લઈ ગયાનું જાણવા મળ્યું છે . પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ જિલ્લામાં મોટર સાયકલ ચોરીના બનેલા બે બનાવો પૈકીનો એક બનાવઝાલોદ નગરમાં માળીની વાડીમાં આવેલ મકાન પાસે બનવા પામ્યો હતો . જેમાં લીમડી ગામના કારઠ ફળીયામાં રહેતા ઘનશ્યામકુમાર મણીલાલ ચૌહાણ ગત તા . 16-09-2022 ના રોજ બપોરના દોઢ વાગ્યાના સુમારે પોતાની રૂા . 20,000 ની કિમતની જીજે – 20 એ.એન – 7527 નંબરની હોન્ડા સાઈન કંપનીની મોટર સાયકલ ઝાલોદ માળીની વાડીમાં રહેતા જેન્તીભાઈના ઘરની સામે લોક મારીને પાર્ક કરી હતી . તે મોટર સાયકલ કોઈ બાઈકચોર ધોળે દહાડે પોતાનો કસબ અજમાવી ચોરીને લઈ ગયો હતો .
આ સંબંધે લીમડી કારઠ ફળિયાના ઘનશ્યામકુમાર મણીલાલ ચોહાણે નોંધાવેલ ફરિયાદને આધારે ઝાલોદ પોલિસે ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે .
જ્યારે જિલ્લામાં બાઈકચોરીનો બીજોબનાવ ફતેપુરા તાલુકાના મોટી ચોલી ગામે નદીના નાળા પર બનવા પામ્યો હતો . જેમાં વટલી ગામના લાલસીંગભાઈ જેતાભાઈ વગેલા તેમના મોટા ભાઈની છોકરીના ઘરે મોટી ચરોલી ગામે સામાજીક પ્રસંગમાં હાજરી આપવા પોતાની રૂા . 20,000 ની કિંમતની જીજે – 20 એ.બી – 3698 નંબરની હોન્ડા ડ્રીમ મોટર સાયકલ લઈને ગયા હતા અને બપોરે પોતાની મોટર સાયકલ નદીના નાળા પાસે મૂકી સામાજીક પ્રસંગમાં ગયા હતા તે વખતે ધોળે દહાડે કમોટી ચરોલી ગામે નદીના નાળા પર બનવા પામ્યો હતો . જેમાં વટલી ગામના લાલસીંગ ભાઈ જેતાભાઈ વગેલા તેમના મોટા ભાઈની છોકરીના ઘરે મોટી ચરોલી ગામે સામાજીક પ્રસંગમાં હાજરી આપવા પોતાની રૂા . 20,000 ની કિંમતની જીજે -20 એ.બી -3698 નંબરની હોન્ડા ડ્રીમ મોટરસાયકલ લઈને ગયા હતા અને બપોરે પોતાની મોટર સાયકલ નદીના નાળા પાસે મૂકી સામાજીક પ્રસંગમાં ગયા હતા તે વખતે ધોળે દહાડે કોઈ બાઈક ચોર લાલસીંગ ભાઈની મોટર સાયકલ ચોરીને લઈ ગયા હતા . આ સંબંધે ફતેપુરા પોલિસે ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે .
આમ આખા દાહોદ જિલ્લામાં ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો