સુમિત વણઝારા
ઝાલોદ તાલુકાના કાળીમહુડીમાં દીકરીને તેડવા જતા બાઈક સવાર દંપતીને મોટર સાયકલે અડફેટે લીધી: પતિનું મોત: પત્ની ઇજાગ્રસ્ત
દાહોદ તા.22
ઝાલોદ તાલુકાના કાળીમહુડી ગામે બે મોટર સાઇકલ વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં મોટર સાઇકલ ચાલક દંપતી પૈકી પતિનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે જ્યારે મરણ જણાવી પત્નીને સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડાયા હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઝાલોદ તાલુકાના રળીયાતી ગુર્જર નીસરતા ફળિયાના રહેવાસી નાનાભાઈ ખુમાનસિંહ ભાઈ નિસરતા તમે છોકરી અર્પિતા બેનનું આણું લેવા તેમની પત્ની ધોળી બે નાના ભાઈ નિસરતાને પોતાના કબજા હેઠળની Gj-20-P-7507 નંબરના મોટરસાયકલ પર બેસાડી ઝાલોદ તરફ જઈ રહ્યા હતા. તે સમયે રસ્તામાં કાળીમહુડી નજીક સામેથી પૂરઝડપે આવતી Gj-20-AS-0972 અપાચે મોટરસાયકલના ચાલકે નાના ભાઈ નિસરતા ને મોટરસાઈકલને અડફેટમાં લેતા મોટરસાયકલ સવાર બંને દંપતી ફંગોળાઈને જમીન પર પટકાતા નાનાભાઈ નીસરતાને જીવલેણ ઈજાઓ પહોંચતા તેમનું કરૂણ મોત નિપજયું હતું. જ્યારે મોટરસાયકલ પર પાછળ બેઠેલી તેમની પત્ની ધોળી બેનને ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યા હતા.
ઉપરોકત બનાવ સંદર્ભે ઝાલોદ તાલુકાના રળીયાતી ગુર્જર ગામના ભુરસીંગભાઈ હકજીભાઈ નીસરતાએ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા લીમડી પોલીસે અપાચે મોટરસાયકલના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.