રાજેશ વસાવે :- દાહોદ
ઝાલોદ તાલુકાના વરોડ ટોલનાકા પર પાણી તેમજ સૌચાલયની સુવિધાનો અભાવ: જાગૃત નાગરિકે ટોલ ઓથોરિટી સામે સવાલો ઉભા કર્યા…
દાહોદ તા.13
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઇવે પર આવેલા ટોલનાકા પર પીવાના પાણીની તેમજ સૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળતા એક જાગૃત નાગરિક દ્રારા આ મામલે રજુઆત કરવામાં આવી છે.
ઝાલોદ તાલુકાના વરોડ ટોલનાકા પર પાણી તેમજ શૌચાલયની સુવિધાના નામે મીંડું જોવા મળતા ઝાલોદ તાલુકાના મહુડી ગામના રહેવાસી અને શિક્ષક ડામોર હિતેશકુમાર છગનભાઈ નાઓએ લેખિતમાં લખીને જણાવ્યું હતુંકે ઝાલોદ તાલુકાના વરોડ ટોલનાકા ઉપર સરકારના ધારા ધોરણ મુજબ ટોલનાકા પર પીવાના પાણીની સુવિધા સૌચાલય જેવી સુવિધાઓ નો અભાવ જોવા મળી રહ્યો છે. જેને લઈને શિક્ષક દ્રારા નેશનલ હાઇવે ઓથોરિટીની કામગીરી સામે સવાલો ઉભા કર્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઠેર-ઠેર સૌચાલયોની સુવિધાઓ ઉભી કરવા માટે ભારત સરકાર તેમજ વડાપ્રધાન મોદી દ્રારા જાહેરાતો કરવામાં આવી રહી છે. તેમજ પીવાના પાણીની સુવિધા માટે કરોડો રૂપિયાનો આંધણ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ટોલબુથ પર આવતા જતા વાહન ચાલકો પાસેથી લાખો રૂપિયાની ટોલની ઉઘરાની કરતી નેશનલ હાઇવે ઓથોરિટી દ્રારા સંચાલિત વરોડ ટોલનાકા પર પીવાના પાણી અને સૌચાલય સુવિધાઓ પુરી પાડવામાં વામણી પુરવાર થઇ છે.ત્યારે સ્લગ્ન વિભાગ તેમજ સ્થાનિક તંત્ર દ્વારા ટોલ ઓથોરિટી ને નોટિસ ફટકારી પ્રાથમિક સુવિધા પુરી પાડવા અંગે હુકમ કરવો જોઈએ ત્યારે આ મામલે સલગ્ન તંત્ર દ્વારા શિક્ષકની રજૂઆતના પગલે કેવા પ્રકારના પગલાંઓ લેવાય છે તે જોવું રહ્યું.