Thursday, 03/04/2025
Dark Mode

ફતેપુરા તાલુકાના આફવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પ્રસૂતી દરમિયાન મહિલા તેમજ નવજાત શિશુનું મોત થતાં પરિવારજનોનો હોબાળો..!!

June 25, 2021
        1256
ફતેપુરા તાલુકાના આફવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પ્રસૂતી દરમિયાન મહિલા તેમજ નવજાત શિશુનું મોત થતાં પરિવારજનોનો હોબાળો..!!

બાબુ સોલંકી :- સુખસર 

ફતેપુરા તાલુકાના આફવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પ્રસૂતી દરમિયાન મહિલાનું મોત થતાં પરિવારજનોનો હોબાળો.

અધવચ્ચે ફસાયેલા જીવિત નવજાત શિશુ નું પણ સમયસર નિકાલ ન થતા મોત.

રાજકોટ મજૂરી અર્થે ગયેલો પતિ પરત આવ્યા બાદ બંને લાશને અંતિમ સંસ્કાર માટે લઇ જવાઇ.

(પ્રતિનિધિ ) સુખસર,તા.૨૫

 

 

 

ફતેપુરા તાલુકાના રાવલના વરુણા ગામની મહિલા ગર્ભવતી હોવાથી પિયર વટલી ગઇ હતી.જ્યાં દુખાવો ઉપડતા 108 મારફતે આફવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યા હતા.જ્યાં પ્રસૂતિ દરમિયાન અચાનક મહિલાનું મોત નિપજયું હતું.

તેમજ પ્રસૂતિ દરમિયાન અધવચ્ચે ફસાયેલા નવજાતનું પણ સમયસર નિકાલ ન થતા મોત નીપજ્યું હતું.આ ઘટનાને લઈ મોટી સંખ્યામાં પરિવારજનોએ હોબાળો મચાવતા પોલીસ કુમક બોલાવવાની ફરજ પડી હતી.અને આખી રાત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.
ફતેપુરા તાલુકાના રાવલના વરુણા ગામની મકવાણા બબીતાબેન અરવિંદભાઈ પિયર વટલી ગયેલા હતા. જેઓને ગુરૂવારના રોજ પ્રસૂતિની પીડા ઉપડતાં 108 એમ્બ્યુલન્સ દ્વારા આફવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવાયા હતા. જ્યાં બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં પ્રસૂતિ દરમિયાન અચાનક કોઈક કારણોસર મહિલાનું મોત નિપજયું હતું.જ્યારે જીવિત નવજાત શિશુ અધવચ્ચે ફસાયું હતું.જેમાં બાળકને સીઝર કરીને બહાર કાઢવું પડશે તેવી વાત આરોગ્ય સ્ટાફે કરી હતી.જેમાં મૃતક મહિલાનો પતિ બહારગામ મજૂરી અર્થે ગયો હતો. જેથી પિયર પક્ષ અને સાસરી પક્ષ દ્વારા નિર્ણય લેવામાં વિલંબ થતા નવજાત શિશુનું પણ મોત નીપજ્યું હતું. મૃતક ના પરિવારજનોએ આરોગ્ય કેન્દ્રમાં હોબાળો મચાવતા ઉપસ્થિત તબીબ દ્વારા પોલીસને જાણ કરતા ઝાલોદ સી.પી.આઇ એમ. જી. ડામોર સહીત સુખસર પી.એસ.આઇ,ફતેપુરા પી.એસ.આઇ, સંજેલી પી.એસ.આઇ સહિતનો સ્ટાફ આવી પહોંચ્યો હતો.અને સ્થિતિ કાબૂમાં લીધી હતી.મૃતકનો મહિલાનો પતિ રાજકોટ તરફ મજુરી અર્થે ગયેલ હોવાથી શુક્રવારે સવારે આવ્યા બાદ લાશના અંતિમ સંસ્કાર માટે સોંપવામાં આવી હતી. લાશનું પીએમ કરવા માટે તેમના સ્વજનો એ સંમતિ આપી ન હતી.તેમજ આ બાબતે કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ ના હોવાનું જાણવા મળ્યું હતું.

ફતેપુરા તાલુકાના આફવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પ્રસૂતી દરમિયાન મહિલા તેમજ નવજાત શિશુનું મોત થતાં પરિવારજનોનો હોબાળો..!!

#Paid pramotion

Contact us :- sunrise public school 

પ્રસૂતિ દરમિયાન મહિલાના મોત બાદ મૃત નવજાત શિશુ અધવચ્ચે ફસાયો: તથા પરિવારજનો જાણ કરી લાશને લઇ ગયા 

પ્રસૂતિ દરમિયાન મહિલાના મોત બાદ નવજાત શિશુનું મોત થયું હતું. નવજાત શિશુ અધવચ્ચે ફસાયુ હતુ. જેને બહાર કાઢી શકાયું ન હતું.જ્યારે પરિવારજનોએ અમે અમારી રીતે બહાર કાઢી લઈશું તેવુ આરોગ્ય વિભાગને જણાવીને લાશ લઈ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!