દાહોદ જિલ્લામાં લઘુતમ ટેકાના ભાવથી ડાંગર, મકાઈ અને બાજરીની ખેડૂતો પાસેથી સીધી ખરીદી બાબત નોંધણીની શરૂઆત કરાઈ

Editor Dahod Live
2 Min Read

બાબુ સોલંકી :- સુખસર

દાહોદ જિલ્લામાં લઘુતમ ટેકાના ભાવથી ડાંગર, મકાઈ અને બાજરીની ખેડૂતો પાસેથી સીધી ખરીદી બાબત નોંધણીની શરૂઆત કરાઈ

ઓનલાઇન નોંધણી 1 ઓક્ટોબર-2022 થી 31 ઓક્ટોબર-2022 સુધી કરવામાં આવશે.

નોંધણી માટે આધાર કાર્ડ નકલ,7/12,8-અ નકલ,પાક વાવણી અંગે એન્ટ્રી થઈ ન હોય તો પાક વાવ્યા અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો,ખેડૂત બેન્ક એકાઉન્ટની પાસબુકની નકલ સામેલ કરવાની રહેશે.

( પ્રતિનિધિ ) સુખસર,તા.01

લઘુતમ ટેકાના ભાવે ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૨-૨૩ અંતર્ગત ડાંગર,મકાઈઅને બાજરીની ખરીદી આગામી તા.૧૭ ઓક્ટોબર થી ૩૧ ડિસેમ્બર દરમ્યાન ડાંગર માટે દાહોદ, લીમખેડા, સિંગવડ, દે.બારીયા, ધાનપુર, ફતેપુરા, સંજેલી, ઝાલોદ ગુ.રા.ના.પુ.નિ.લી. ના ખરીદ કેન્દ્રો ખાતે અને મકાઈ માટે દાહોદ, ઝાલોદ, લીમખેડા, દે.બારીયા, ધાનપુર, ફતેપુરા, ગરબાડા કેન્દ્રો ખાતે કરવામાં આવનાર છે. ભારત સરકાર ધ્વારા લઘુતમ ટેકાના ભાવ ડાંગર(કોમન) માટે રૂ.૨૦૪૦/- પ્રતિ કવીન્ટલ, ડાંગર (ગ્રેડ-એ)માટે રૂ.૨૦૬૦/- પ્રતિ કવીન્ટલ,મકાઈ માટે રૂ ૧૯૬૨/- પ્રતિ કવીન્ટલ અને બાજરી માટે રૂ.૨૩૫૦/- પ્રતિ ક્વિન્ટલ નિયત કરેલ છે.

લઘુતમ ટેકાના ભાવે વેચાણ ધરાવતા ખેડૂતોની ઓનલાઈન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિકે ગ્રામ્ય કક્ષાએ વી સી ઇ ધ્વારા તા.૦૧ ઓક્ટોબર થી શરુ થશે. જે તા.૩૧ ઓક્ટોબર સુધી ચાલુ રહેશે. જે મુજબ નોંધણી કરાવવા તમામ ખેડૂતોને જાણ કરવામાં આવે છે.

નોંધણી માટે જરુરી પુરાવા જેવા કે, આધારકાર્ડનીનકલ, અધતન ૭-૧૨/૮-અની નકલ નમુના ૧૨માં પાક વાવણી અંગે એન્ટ્રીના થઇ હોય તો પાક વાવ્યા અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના બેંક એકાઉન્ટની પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક( આઇ .એફ. સી કોડ સહિતનો) સાથે લાવવાના રહેશે. ખેડૂતોને તેમનો જથ્થો સાફસૂફ તથા ચારણો કરી તેમજ તેમાં ભેજનું પ્રમાણ નિયત મર્યાદામાં રહે તે માટે જરૂરી જણાયે તડકામાં સુકવી ખરીદ કેન્દ્ર ખાતે લાવવાનો રહેશે.

જેથી ખેડૂતોનો જથ્થો અસ્વીકૃત ન થાય. રજીસ્ટ્રેશન બાબતે કોઈ મુશ્કેલી જણાય તો હેલ્પલાઈન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ તથા ૮૫૧૧૧૭૧૧૯ ઉપર સંપર્ક કરવાનો રહેશે. રજીસ્ટ્રેશન તેમજ ખરીદ કેન્દ્ર ખાતે બારદાન અંગેનો કોઈ ખર્ચ ભોગવવાનો રહેતો નથી.

Share This Article