સિંગવડ તાલુકામાં આમ્રકુંજ આશ્રમ શાળા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ.

Editor Dahod Live
1 Min Read

કલ્પેશ શાહ:- સીંગવડ.

સિંગવડ તાલુકામાં આમ્રકુંજ આશ્રમ શાળા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ.

સીંગવડ તા.08

સિંગવડ તાલુકા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી 8 3 22 ના રોજ આમ્રકુંજ આશ્રમ શાળા ખાતે તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કાંતાબેન ડામોરના અધ્યક્ષતામાં યોજવામાં આવ્યું જેમાં અધ્યક્ષ દ્વારા દિપ પ્રગટાવીને કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો ત્યાર પછી પ્રાથમિક શાળા ની ભૂલકાઓ દ્વારા પ્રાર્થના તથા સ્વાગત ગીત રજુ કરવામાં આવ્યું ત્યાર પછી સમાજમાં શૈક્ષણિક ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી યોગદાન આપેલ મહિલાઓનું સન્માન કાર્યક્રમ વ્યક્તિત્વનું આયોજન કરવામાં આવ્યું જેમાં શ્રેષ્ઠ કામગીરી યોગદાન આપનાર મહિલા ઓ નું પુષ્પગુચ્છ આપીને સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું કાર્યક્રમમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સરોજબેન ચૌધરી તાલુકા ઘટક સંઘના પ્રમુખ અર્જુનભાઈ બારીયા મહામંત્રી વજેસિંહ બારીયા બીઆરસી શામજીભાઈ કામોળ સિંગવડ તાલુકા શૈક્ષીક મહાસંઘના પ્રમુખ રાજેન્દ્ર બારીયા મહામંત્રી અરવિંદ કિશોરી સંઘના હોદ્દેદારો ભરતભાઈ કટારા કાંતિભાઈ સેલોત રમણભાઈ બારીયા શાળાના આચાર્યશ્રીઓ શિક્ષકશ્રીઓ શિક્ષિકા બહેનો ઉપસ્થિત રહી કાર્યક્રમ અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું.

Share This Article