Friday, 19/04/2024
Dark Mode

સિંગવડ તાલુકા ભારતીય જનતા પાર્ટીની મંડળની બેઠક ભાજપ કાર્યાલય ખાતે યોજાઇ

January 20, 2022
        600
સિંગવડ તાલુકા ભારતીય જનતા પાર્ટીની મંડળની બેઠક ભાજપ કાર્યાલય ખાતે યોજાઇ

કલ્પેશ શાહ :- સિંગવડ 

સીંગવડ તા.20

સિંગવડ તાલુકા ભારતીય જનતા પાર્ટીની મંડળની બેઠક ભાજપ કાર્યાલય ખાતે યોજાઇ

સમગ્ર ગુજરાતમાં 579 જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની મંડળની બેઠક યોજાઇ જેમાં 20.1.22ના રોજ સિંગવડ ભારતીય જનતા પાર્ટીની મંડળની બેઠક પર ભાજપ કાર્યાલય ખાતે યોજાઇ હતી. તેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર લીમખેડા ધારાસભ્ય શૈલેશ ભાભોર જિલ્લામાંથી પધારેલા બળવંત પટેલ સિંગવડ પ્રભારી પાર્વતીબેન ડાંગી તથા સિંગવડ તાલુકા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ મહેન્દ્ર પટેલ સીંગવડ તાલુકા પંચાયત પ્રમુખ કાંતાબેન ડામોર જિલ્લા પંચાયત સભ્યો તાલુકા પંચાયત સભ્યો તાલુકા મંત્રીઓ તાલુકાના મોરચા પ્રમુખ મહામંત્રીઓ પદાધિકારીઓ તાલુકા બેઠકના સભ્યો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ સરકારી ગાઈડ લાઈન મુજબ માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સ સાથે યોજવામાં આવી હતી જ્યારે સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા મન કી બાત કાર્યક્રમ તેમજ પેજ સમિતિ ગુજરાત સમિતિની વાત સંગઠનના કોઈ કામ બાકી રહી ગયો હોય તે કામ પૂર્ણ કરવા તથા વિકાસના લગતા કામો પૂર્ણ કરવા તથા સંગઠન ને લગતી વાત કરવામાં આવી હતી જ્યારે લોકોને ઉપયોગી થાય તેવા કામો કરવા માટે પણ ભારપૂર્વક કહેવામાં આવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!