સિંગવડ તાલુકાના સીંગવડ બજારમાં નિઃશુલ્ક કોરોના ટેસ્ટ માટે કેમ્પ ચાલુ કરવામાં આવ્યો
સીંગવડ તા.23
સિંગવડ તાલુકા માં વધતા જતા કોરોના ના કેસો ને ધ્યાનમાં રાખીને સીંગવડ બજારમાં ત્રણ રસ્તા ઉપર આરોગ્યતંત્ર દ્વારા ફ્રી મા કોરોના ટેસ્ટિંગ કરીને તૈયારી માં રિપોર્ટ મેળવો તે ચાલુ કરવામાં આવ્યું તેના માટે દાહોદ કલેકટર તથા દાહોદ ડીડીઓ ની સૂચનાથી સિંગવડ તાલુકા માં આવતા જતા બધા જ લોકોનો આરોગ્ય વિભાગના કર્મચારી દ્વારા ફ્રી માં કોરોના ટેસ્ટ કરીને તૈયારી માં રિપોર્ટ આપી દેવામાં આવે છે જેના લીધે જેને પોઝિટિવ રિપોર્ટ આવ્યો હોય તેને કોરોના સામે રક્ષણ મળી રહે તે માટે તાત્કાલિક દવા મળી રહે અને બીજાને થતું અટકે તેના માટે સીંગવડ માં ફ્રી માં કોરોના ટેસ્ટિંગ કેમ્પ ચાલુ કરવામાં આવ્યો હતો.