સિંગવડ તાલુકાના વાઘનાળા ગામે નાયબ પોલીસ અધિક્ષકની ઉપસ્થિતિમાં મહિલા સુરક્ષા અંગે સમજણ આપી 

Editor Dahod Live
2 Min Read

કલ્પેશ શાહ :- સીંગવડ

સિંગવડ તાલુકાના વાઘનાળા ગામે નાયબ પોલીસ અધિક્ષકની ઉપસ્થિતિમાં મહિલા સુરક્ષા અંગે સમજણ આપી 

સંતરામપુર તા.25

 દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના રણધીપુર પોલીસ સ્ટેશનના કેસરપુર આઉટ પોસ્ટના વાઘનાળા ગામે નાયબ પોલીસ અધિક્ષકની બિશાખા જૈન દ્વારા સુરક્ષાને લઈને જાણકારી આપવામાં આવી હતી.                                                       

દાહોદ જિલ્લાના સીગવડ તાલુકાના રણધીપુર પોલીસ સ્ટેશનના કેસરપુર આઉટ પોસ્ટના વાઘનાળા ગામે સરપંચના ઘરે સુરક્ષા સેતુ ટીમ સાથે રાખીને લીમખેડા ડિવિઝનના નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક બિશાખા જૈન રણધીપુર પીએસઆઇ જે.કે.રાઠોડ આઉટ પોસ્ટ જમાદાર તથા પોલીસ સ્ટાફ ને સાથે રાખીને પોસ્કો જેવા કેસોનું પ્રમાણ વધ્યું છે તે ઓછા થાય જ્યારે પતિ પત્ની અને કૌટુંબિક ઝઘડા નું નિવારણ લાવવા માટે શું કરી શકાય તથા આત્મહત્યાના બનાવો વધારે પડતા બનવાના લીધે તેને રોકવા માટે શું કરવામાં આવે અને નાની છોકરીઓનો ભય દૂર થાય અને પોલીસ પ્રજાનો મિત્ર છે તે હેતુ સાર્થક કરવા માટે સમજ શક્તિ આપવામાં આવી  વાઘનાળા મુકામે ગામના સરપંચ તથા નાગરિકો ખૂબ મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને તેમને નાયબ પોલીસ અધિક્ષક દ્વારા જાણકારી આપવામાં આવી હતી અને આ બધા કેસો નું પ્રમાણ ઓછું થાય તે માટે જણાવ્યું હતું.

Share This Article