કલ્પેશ શાહ :- સીંગવડ
સીંગવડ તાલુકાના ધામણબારી ગામે આકાશી વિજળી પડતા બે મૂંગા પશુઓ મોતને ભેટ્યા:એક મહિલાને પર વીજળી પડતાં ઈજાગ્રસ્ત
મામલતદાર તેમજ પશુચિકિત્સક ઘટના સ્થળે પહોંચ્યા:મૂંગા પશુઓના મૃતદેહોની દફનવિધિ કરાઈ
સીંગવડ તા.16
સીંગવડ તાલુકાના ધામણબારી ગામે બારીયા ફળિયામાં રહેતા અભેસિંગ બીજલના ઘરની બહાર વૃક્ષ પર ગઈ સાંજે ૫ વાગ્યાના અરસામાં કડાકા સાથે વીજળી પડતાં ત્યાં બહાર બાંધી રાખેલા ગાય તથા ભેસ પર વીજળી પડતાં મૃત્યુ પામ્યા હતા જ્યારે એક મહિલા પર વીજળી પડતા તે ઘાયલ થઈ હતી તેને તાત્કાલિક સારવાર અર્થે દવાખાને લઈ જવામાં આવી હતી જ્યારે મહિલા પર વીજળી પડી હતી પણ તેને વધારે નુકસાન થવા પામ્યું નહોતું જ્યારે જાણવા મળ્યા મુજબ તે મહિલાનું બોલવાનું બંધ થઈ ગયું હતું આની જાણ થતાં ઘટનાસ્થળે તાલુકા વિકાસ અધિકારી મકવાણા તથા પશુ ડોક્ટર ઘટનાસ્થળે પહોંચી જઈને તપાસ કરી હતી ત્યાર પછી પશુઓને ખાડો ખોદીને દાટી દેવામાં આવ્યા હતા.