સિંગવડ તાલુકા શાળામાં સિક્યુરિટી ગાર્ડનો ભરતી મેળો યોજાયો.

Editor Dahod Live
1 Min Read

સંજેલી,મહેન્દ્ર ચારેલ..

 

 

સિંગવડ તાલુકા શાળામાં સિક્યુરિટી ગાર્ડનો ભરતી મેળો યોજાયો.

 

તાલુકા શાળા ખાતે 110 યુવાઓએ ભાગ લીધો જેમાં 48 યુવાઓની પસંદગી કરાઈ.

 

પગાર વધારો,પ્રમોશન,પી.એફ. ઈ.એસ.આઈ, ગ્રેજ્યુએટી મેડિકલ સુવિધા બોનસ સુવિધા આપવામાં આવશે.

 

 

દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકા શાળા ખાતે સિક્યુરિટી ગાર્ડનો ભરતી મેળો યોજવામાં આવ્યો હતો જેમાં 110 યુવાઓએ ભાગ લીધો જેમાં 48 જણ ની પસંદગી કરવામાં આવી ભારતીય સુરક્ષા કાર્ય ક્ષમતા નવી દિલ્હી અને સિક્યુરિટી સર્વિસ ઇન્ડિયા લિમિટેડ દ્વારા દાહોદ જિલ્લામાં સિક્યુરિટી ગાર્ડ તેમજ સિક્યુરિટી અધિકારીનું ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત આજરોજ સોમવારના રોજ તાલુકા શાળા સિગવડ ખાતે ભરતી યોજાઈ હતી જેમાં 110 યુવાઓએ ભાગ લીધો હતો અને 48 યુવાઓની પસંદગી કરવામાં આવી પસંદગી પામનાર યુવાઓને પગાર ઉપરાંત પગાર વધારો પ્રમોશન પી એફ ઈ એસ ગ્રેજ્યુએટી મેડિકલ સુવિધા બોનસ સુવિધા આપવામાં આવશે..

Share This Article