Sunday, 08/09/2024
Dark Mode

સંતરામપુર તાલુકાના લીલવાસરમા ઢાળિયામાં બાંધેલા  2 બકરાનું દીપડાએ મારણ કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ. 

March 28, 2023
        917
સંતરામપુર તાલુકાના લીલવાસરમા ઢાળિયામાં બાંધેલા  2 બકરાનું દીપડાએ મારણ કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ. 

મહેન્દ્ર ચારેલ:- સંજેલી/ઇલ્યાસ શેખ :- સંતરામપુર

સંતરામપુર તાલુકાના લીલવાસરમા ઢાળિયામાં બાંધેલા  2 બકરાનું દીપડાએ મારણ કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ. 

અગાઉ સંજેલી અને મહીસાગર ની બોર્ડરની હદ પર દીપડાએ 20 થી વધુ બકરાનું મારણ કરતા ચકચાર મચી હતી.

હાલ લગ્નની સીઝન ચાલી રહી છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં કોઈ લગ્ન પ્રસંગમાં રાત્રીના સમયે જવું મુશ્કેલી બન્યું.

સંતરામપુરના લીલવાસર ગ્રામ્ય વિસ્તારમાં રાત્રિના સમયમાં દીપડો આટા ફેરા મારે છે.

વન વિભાગ દ્વારા વહેલી તકે પાંજરું મૂકી દીપડાને પકડવા ગ્રામજનોની માંગ. 

સંતરામપુર તા.28

સંતરામપુર તાલુકાના લીલવાસરમા ઢાળિયામાં બાંધેલા  2 બકરાનું દીપડાએ મારણ કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ. 

સંતરામપુર અને સંજેલી તાલુકાની બોડરની હદમાં આવેલું લીલવાસર ગામ આવેલું છે. લીલવાસર ની બાજુમા સંજેલી તાલુકાનું જંગલ અને ડુંગરાળ વિસ્તાર આવેલો છે ગાય,ભેંસ,બકરી,બળદ સહિતના પશુ ઘરના ઠાળિયામાં ઘર માલિક દ્વારા બાંધી રાખવામાં આવે છે. ત્યારે આજુબાજુ ડુંગરાળ વિસ્તાર હોવાથી દિપડાનો આંતક દિનપ્રતિદિન વધતો જોવા મળી રહ્યો છે. સંતરામપુર તાલુકાના નાની ભુગેડી લીલવાસર મુકામે  રાત્રિના સમયે ઢાળિયામાં બાંધેલા 2 બકરાઓને દીપડાએ મારણ કરતાં ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે.તો બીજી તરફ બહાર ખડખડનો આવાજ આવતા ઘરના લોકો ઉઠી જતા દિપડો ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ વન વિભાગને કરાતા વન વિભાગ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી તેમજ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.વન વિભાગ દ્વારા વન્યપ્રાણી દીપડાએ બકરીનું મારણ કર્યા હોવાની બાબત તપાસ હાથ ધરી છે. જોકે સંતરામપુર તાલુકાના લીલવાસર ગામે અચાનક દીપડાનો હુમલો થતાં 2 બકરાનું મારણ કરતા હોવાની વાત વાયુવેગે ફેલાતા ગ્રામ્ય વિસ્તારમાં લોકોમાં ડર તેમજ ભયનો માહોલ સર્જાયો..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!