
ઇલ્યાસ શેખ :- સંતરામપુર
સંતરામપુર પાલિકા દ્વારા 15 દિવસ અગાઉ મુકાયેલી ભગવાન બિરસા મુંડા ની પ્રતિમા અનાવરણ કરવાના બદલે બારોબાર ઉપાડી લઈ જતા આદિવાસી સમાજમાં ભારે રોષ..
સંતરામપુર તા.27
સંતરામપુર નગરપાલિકા દ્વારા 15 દિવસથી એસટી બસ ડેપોમાં ભગવાન બિરસા મુંડા ની પ્રતિમા મૂકવામાં આવેલી હતી પરંતુ નગરપાલિકા તેનું અનાવરણ કરવાના બદલે રાતોરાત 26 જાન્યુઆરીના રોજ ઉખાડી ગયા અને લઈ ગયા આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. આદિવાસી સમાજના અગ્રણી પ્રવીણભાઈ પારગી આજે બસ ડેપોમાં જ્યાં સુધી ભગવાન બિરસા મુંડા ની પ્રતિમાને મુકવામાં નહીં આવે ત્યાં સુધી અનજલનો ત્યાગ કર્યો અને ઉપવાસ પર ઉતરેલા હતા અને જણાવેલું કે જ્યાં સુધી અમારા ભગવાન બિરસા મુંડા ફરીથી અહીંયા સ્થાપિત કરવામાં નહીં આવે તો ત્યાં સુધી અહીંયા પર ઉતરેલા હતા આદિવાસી સમાજના લોકોને ખબર પડતા તાત્કાલિક બસ સ્ટેશન દોડી આવેલા હતા અને જણાવેલું કે અમારા ભગવાન બિરસા મુંડા ની પ્રતિમાને તાત્કાલિક મુકવા માટેની માંગણી કરી છે અને જણાવેલું કે અમારા ભગવાન આજ છે અમારી લાગણીને દુર્ભાવી છે નગરપાલિકાને તંત્ર જ્યાં સુધી બિરસા મુંડા ભગવાનની પ્રતિમાને કેમ હટાવી છે એનો ખુલાસો કરવો પડશે અને 15 દિવસથી મૂકેલી પ્રતિમાને કેમ એનું અનાવરણ કે ખુલ્લી કરવામાં આવેલ નથી જો ભગવાન બિરસા મુંડા ની પ્રતિમા મુકવા માટેની પાલિકા દ્વારા એક મહિનાથી કામ ચાલતું હતું તો અચાનક મુકેલી પ્રતિમાને કયા કારણોસર ઉખેડી નાખવામાં આવેલી છે તેનો જવાબ આપવો જ પડશે અને તાત્કાલિક અમારા ભગવાન બિરસા મુંડા ની પ્રતિમાને મુકવા જોઈએ અને જણાવેલું કે જો ગણતરી ના કલાકો ની અંદર અમારા ભગવાન બિરસા મુંડા ની પ્રતિમાને ફરીથી સ્થાપિત કરો જ્યાં સુધી સ્થાપિત નહીં કરવામાં આવે ત્યાં સુધી આદિવાસી સમાજના વડીલ અને અગ્રણી પ્રવીણભાઈ પારગી એ અન અને જલ ત્યાગ કર્યો છે.