કપિલ સાધુ / મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલીમાં શ્રી શ્રધ્ધા વિદ્યાલય રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરાઈ..
સંજેલી તા.12
સંજેલી તાલુકામાં ઠાકોર ફળિયામાં આવેલી યુગ શક્તિ ગાયત્રી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી શ્રધ્ધા વિદ્યાલય ખાતે આજરોજ ૧૨ મી જાન્યુઆરી ના દિવસે સ્વામી વિવેકાનંદ જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.
શ્રી શ્રધ્ધા વિદ્યાલયના પ્રાંગણમાં વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદ જન્મે નરેન્દ્રનાથ દત્ત, ૧૯મી સદીના ગૂઢવાદી સંત રામકૃષ્ણના પરમ શિષ્ય રામકૃષ્ણ મિશનના સ્થાપક છે.. અમેરિકામાં ભાઈઓ અને બહેનો ના સંબોધન સાથેના તેમના પ્રવચનથી વધુ જાણીતા બન્યા છે. તે ભાષણ દ્વારા તેમને સિકાગો ખાતે વિશ્વ ધર્મ પરિષદમાં સન ૧૮૯૩ માં હિન્દુ ધર્મનું પ્રતનિધિત્વ કર્યું હતું.
ઊઠો જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડ્યા રહો એ સૂત્ર વિશે વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી હતી.૧૨ મી જાન્યુઆરી ૧૮૬૩ના રોજ કલકત્તામાં તેમનો જન્મ અને ૪થી જુલાઈ,૧૯૦૨ના રોજ બેલુર મઠ ખાતે એમને સમાધિ લઈને દેહ ત્યાગ કર્યો હતો. માત્ર ૩૯ વર્ષ જ આ પૃથ્વી ઉપર તેઓ રહ્યાપરંતુ એ ટૂંકા સમય ગાળામાં હિન્દુ ધર્મ, સમાજ સેવા અને દેશ માટે કેટલું બધું કાર્ય કરીને સ્વામી ગયા… સ્વામી વિવેકાનંદના તમામ જીવનના પ્રસંગો શાળાના આચાર્ય શ્રી દિલીપકુમાર એચ. મકવાણા વિદ્યાર્થીઓ સમક્ષ રજુ કર્યા હતા અને સ્વામી વિવેકાનંદજીની છબીને શત શત પ્રણામ કર્યા હતા.