
રાજેન્દ્ર શર્મા :- દાહોદ લાઈવ ડેસ્ક….
સંજેલી તાલુકાના થાળા સંજેલી કોવીડ કેર સેન્ટરમાં ભુતીયા દર્દીઓ ઉભા કરાયા:પ્રાંત અધિકારી ની મુલાકાતના પગલે 6 દર્દીઓ બતાવ્યા હતા
અધિકારીની મુલાકાત બાદ એક કલાકમાં દર્દીઓ સહીત સમિતિ ડોક્ટરોની ટીમ ગાયબ:કોવીડ કેર સેન્ટર ને વાગ્યા ખંભાતી તાળા
“મારુ ગામ કોરાના મુક્ત ગામ “ના ઉડ્યા ધજાગરા:ગ્રામ્ય ક્ક્ષા આ રીતે ઓછો થશે કોરાના❓મોટો સવાલ
દાહોદ તા.13
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના થાળા સંજેલી ગામે કોવીડ કેર સેન્ટરમાં ભૂતિયા દર્દીઓ સામે આવ્યા છે. જેમાં મારું ગામ કોરોના મુક્ત ગામ અંતર્ગત શરૂ કરવામાં આવેલા કોવીડ કેર સેન્ટરમાં પ્રાંત અધિકારીની મુલાકાત દરમિયાન કોરોનાના માઈલ્ડ લક્ષણ ધરાવતા 6 દર્દીઓ બતાવવામાં આવ્યા હતા. જોકે બપોર બાદ આ કોવીડ
અધિકારીઓને મુલાકાત દરમિયાન કોવીડ સેન્ટરમાં હાજર દર્દીઓની તસ્વીર..
સેન્ટરમાં ખંભાતી તાળા લટકતા જોવા મળ્યા હતા.કોવીડ સેન્ટરમાં બતાવવામાં દર્દીઓ તેમજ કર્મચારીઓ ગાયબ થઈ જતા તરહ તરહની ચર્ચાએ જોર પકડયું છે. ત્યારે પ્રાંત અધિકારીની મુલાકાત દરમિયાન બતાવવામાં આવેલા દર્દીઓ આખરે ક્યાં ગયા? તે એક યક્ષપ્રશ્ન બની જવા પામી છે.ત્યારે સાથે સાથે સ્થાનિક વહીવટી તંત્રની પોલ પણ ખૂલી જવા પામેલ છે.
કોવીડ કેર સેન્ટરમાં બપોર બાદ લટકતા ખંભાતી તાળાની તસ્વીર
કોરોના મહામારીથી એક તરફ ગુજરાત સહીત સમગ્ર દેશ સંકટની સાથે માનવજાતના જીવન બચાવવા રીતસર સંઘર્ષ કરી રહ્યો છે. આ મહામારીની ચેઇન તોડવા લોકડાઉન સહીત નિયંત્રણ લાવી દેતા લોકોના વેપાર-ધંધા બંધ પડ્યા છે. તેમજ અર્થતંત્રની ગાડી પાટા પરથી ઉપરથી જોવા મળી રહી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા કોરોના મામલે રાજ્યમાં પરિસ્થતિ સામાન્ય કરવા માટે મુખ્યમંત્રી દ્વારા પહેલી મેં થી મારુ ગામ
કોરોના મુક્ત ગામ અંતર્ગત તાલુકા મથક પર કોરોનાના માઈલ્ડ લક્ષણ ધરાવતા લોકોની સારવાર કરવા માટે જેતે જિલ્લામાં કોવીડ કેર સેન્ટર ઉભા કરવા નિર્દેશ કરવામાં આવ્યા હતા.જયારે સંજેલી તાલુકાના થાળા સંજેલી ગામે કોવીડ કેર શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં ગઈકાલે પ્રાંત અધિકારી સહિતની મુલાકાત દરમિયાન કોવીડ કેર સેન્ટરમાં કોરોનાના સામાન્ય લક્ષણ ધરાવતા 6 દર્દીઓ બતાવવામાં આવ્યા હતા.ત્યારબાદ બપોર બાદ કોવીડ કેર સેન્ટરમાં ખંભાતી તાળા લટકાતા જોવા મળ્યા હતા. તેમજ દર્દીઓ તેમજ કોવીડ કેરનો સ્ટાફ પણ ગાયબ હતો. જેને લઈને શહેર સહિત જિલ્લામાં ખરેખર એની ચર્ચાઓએ જોર પકડ્યું છે.