Sunday, 08/09/2024
Dark Mode

સંજેલી તાલુકાના આરોગ્ય કેન્દ્ર દ્વારા આભા કાર્ડની કામગીરી હાથ ધરાઈ.

January 8, 2023
        635
સંજેલી તાલુકાના આરોગ્ય કેન્દ્ર દ્વારા આભા કાર્ડની કામગીરી હાથ ધરાઈ.

મહેન્દ્ર ચારેલ :- સંજેલી 

સંજેલી તાલુકાના આરોગ્ય કેન્દ્ર દ્વારા આભા કાર્ડ ની કામગીરી હાથ ધરાઈ.

સંજેલી નગર સહિત તાલુકાઓમાં આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા ફળીએ ફળીએ ફરીને ગામે ગામે જઈ અને આભા કાર્ડ બનાવવા માટે ની કામગીરી શરૂ

સરોરી આરોગ્ય કેન્દ્ર સહિત તાલુકાની તમામ આરોગ્ય કેન્દ્ર દ્વારા ફળીએ અને શેરીએ કામગીરી શરૂ કરી.

સંજેલી તા.08

સંજેલી તાલુકાના આરોગ્ય કેન્દ્ર દ્વારા આભા કાર્ડની કામગીરી હાથ ધરાઈ.

 

સંજેલી તાલુકાના સરોરી આરોગ્ય કેન્દ્ર સહિત તાલુકાની તમામ આરોગ્ય કેન્દ્ર ના કર્મચારી દ્વારા ગામે ગામ અને ફરીએ ફરીએ જય અને લોકોને આભા કાર્ડ વિશેની માહિતી આપી અને આભાર કાઢી આપવામાં આવી રહ્યા છે.

 

સંજેલી નગર સહિત તાલુકાઓમાં આવેલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ દ્વારા ઘરે ઘરે જઈ અને આભા કાર્ડ કાઢવામાં આવી રહ્યા છે આભા કાર્ડ એટલે કે લોકો જુના મેડિકલ રિપોર્ટ અથવા તેને સંબંધિત ડોક્યુમેન્ટ ગુમાવી દે છે અથવા ઘરની બહાર નીકળતી વખતે તેને લઈ જવાનું ભૂલી જાય છે આ સમસ્યાના સમાધાન સ્વરૂપે તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર હિતેશ ચારેલ ના માર્ગદર્શન હેઠળ અને PHC સરોરી મેડિકલ ઓફિસર તેમજ તાલુકાના સુપર વાઇઝર ડામોર રાજુભાઈ તેમજ CHO MPHW ના કર્મચારીઓ આરોગ્ય સ્ટાફ દ્વારા ટેકો સોફ્ટવેર અને એનસીડી પોર્ટલ પરથી આભા કાર્ડ જનરેટ કરી અને ડિજિટલ લાઈઝેસન કરી અને લોકોને તપાસની ફાઇલ માંથી છુટકારો મેળવવા માટેના પ્રયત્નો હાથ ધરાઈ રહ્યા છે આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ ભારતનું કોઈ પણ નાગરિક કઢાવી શકે છે તેમજ કાર્ડ માં રહેલી મેડિકલ હિસ્ટ્રી દર્દીની પરમિશન વગર જોઈ શકાશે નહીં જેના કારણે દર્દીની પ્રાઇવેસી જળવાઈ રહેશે તેને ઉપયોગ સરકારી અને પ્રાઇવેટ બંને હોસ્પિટલોમાં કામ આવશે જેને લઇને સંજેલી નગર સહિત તાલુકાઓમાં આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા ફળીએ ફળીએ ફરીને ગામે ગામે જઈ અને આભા કાર્ડ બનાવવા માટે ની કામગીરી શરૂ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!