મહેન્દ્ર ચારેલ :- સંજેલી
નેનકી ગામના ઈશ્વર પટેલ અને પૂર્વ વિરોધ પક્ષના નેતાને બ્લેક લિસ્ટ માટે કરેલો ઠરાવ રદ કરવા જિલ્લા કક્ષાએ લેખિત રજૂઆત.
સંજેલી તાલુકા પંચાયતની સામાન્ય સભામાં બ્લેકલિસ્ટ નો થયેલો ઠરાવ રદ કરવા જિલ્લા કક્ષાએ રજૂઆત.
અધૂરી માહિતી બાબતે તાલુકા તેમજ જિલ્લા કક્ષાએ અપીલો પણ દાખલ કરેલ છે.
વર્ષ 2016 થી 2022 સુધીની માહિતી અધિકાર અધિનિયમ હેઠળ તલાટી કમ મંત્રી નેનકી ગ્રુપ ગ્રામ પંચાયત ની પાસે માહિતી માંગી હતી જેનો આજ સુધી પૂરતી માહિતી આપવામાં આવી નથી
સંજેલી તા.08
સંજેલી તાલુકા પંચાયત ખાતે યોજાયેલી સામાન્ય સભામાં માહિતી અધિકાર અધિનિયમનો દૂર ઉપયોગ કરી અને માહિતી માંગનાર નેનકી ગામના ઈશ્વર પટેલ અને પૂર્વ વિરોધ પક્ષના નેતાના બ્લેક લિસ્ટ માટે કરેલો ઠરાવ રદ કરવા જિલ્લા કક્ષાએ લેખિત રજૂઆત કરાઈ હતી.
સંજેલી તાલુકા પંચાયત ના પૂર્વ વિરોધ પક્ષના નેતા રણછોડભાઈ ગવજીભાઈ પલાસ તેમજ ઈશ્વરભાઈ બી પટેલ દ્વારા વર્ષ 2016 થી 2022 સુધીની માહિતી અધિકાર અધિનિયમ હેઠળ તલાટી કમ મંત્રી નેનકી ગ્રુપ ગ્રામ પંચાયત ની પાસે માહિતી માંગી હતી જેનો આજ સુધી પૂરતી માહિતી આપવામાં આવી નથી તેમ જ અધુરી અને ખોટી માહિતીઓ આપવામાં આવેલ છે જે બાદ તાલુકા વિકાસ અધિકારી તેમજ જિલ્લા વિકાસ અધિકારી તેમજ માહિતી આયોગ ગાંધીનગર સુધી અપિલ કરવામાં આવેલી હતી તેમજ માહિતીનો દૂર ઉપયોગ પણ કરવામાં આવેલ નથી અધૂરી માહિતી બાબતે તાલુકા તેમજ જિલ્લા કક્ષાએ અપીલો પણ દાખલ કરેલ છે જે બાદ પણ આજ દિન સુધી માહિતી પૂરી પાડેલ નથી અને સંજેલી તાલુકા પંચાયત ખાતે યોજાયેલી સામાન્ય સભામાં ખોટી રીતે બ્લેક લિસ્ટ કરવાના ઠરાવ કરેલ છે જે ઠરાવ રદ કરવા માટે જિલ્લા વિકાસ અધિકારીને ઈશ્વર પટેલ અને રણછોડ પલાસ દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે.