કપિલ સાધુ, સંજેલી
સંજેલી તાલુકાના ગરાડીયા,મોટા કાળીયા અને પતેલામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો.
ગુજરાત સરકાર ના દંડક રમેશભાઈ કટારા ના અધ્યક્ષ સ્થાને કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો.
ગામની શાળા અને આંગણવાડી એ આપણું મંદિર છે : વિધાન સભાના દંડક રમેશભાઈ કટારા.
સંજેલી તા.24
સમગ્ર રાજ્યની સાથે સંજેલી તાલુકા માં પણ બીજા દીવસે ત્રણ શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ગુજરાત સરકાર ના દંડક રમેશભાઈ કટારા ની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
દાહોદ જિલ્લામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ના બીજા દીવસે સંજેલી તાલુકાના ગરાડીયા, મોટા કાળીયા,અને પતેલા માં ગુજરાત સરકાર અને વિધાનસભા ના દંડક રમેશભાઈ કટારા ના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આંગણવાડી અને પ્રા.શાળા માં ધોરણ ઍક માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને તિલક કરી મોં મીઠું કરી પ્રવેશ કરાવ્યો હતો. ધાત્રી માતાઓ અને સગર્ભા મહિલાઓને માતૃશક્તિ યોજના હેઠળ પેકેટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત દંડક રમેશભાઈ કટારાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિક્ષણને વિકાસનું પહેલું પગથિયું ગણી કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ શરૂ કરી બાળકોને શિક્ષણ માટેનું વાતાવરણ પૂરું પાડવાનું ભગીરથ કામ કર્યું છે. જે દાતાઓના સહયોગથી આ કાર્ય આગળ વધ્યું. અને ગુજરાતમાં શિક્ષણનો દર વધ્યો. ગામની શાળા અને આંગણવાડી એ આપણું મંદિર છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના ઉપક્રમે સમગ્ર રાજ્યમાં કોઈ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે 100 ટકા નામાંકન સ્થાયીકરણ અને ગુણવત્તાસભર શિક્ષણની સાથે સાથે કન્યા કેળવણીને પણ વેગ મળે તે હેતુને લક્ષમાં રાખી બાળક શાળામાં આવવા માટે તત્પર બને તે માટે સરકાર કટિબદ્ધ હોવાનું જણાવી તેઓએ સરકારી શાળાઓમાં શિક્ષકોની મહેનતને બિરદાવી સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
મહેમાનોના હસ્તે બાળકોને શિષ્યવૃત્તિના પ્રમાણપત્રો, દાતાના સહયોગથી શૈક્ષણિક કીટ આપી ઉત્સાહભેર પ્રવેશોત્સવ કરાવવામાં આવ્યો હતો. ઉપસ્થિત સૌ મહેમાનોએ આ પ્રસંગે વૃક્ષારોપણમાં પણ ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સુરતન ભાઈ કટારા, સરપંચો, ગામ ના આગેવાનો કર્મચારીઓ અને મોટી સંખ્યામાં નાના ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા હતા.