સુમિત વણઝારા
સંજેલી તાલુકાના ચમારીયા ગામે જાહેરમાં ધમધમતા જુગારધામ પર પોલીસના દરોડાથી નાસભાગ: ૪૪ હજાર ઉપરાંતની માલમત્તા સાથે 11 જુગારીયાઓ ઝડપાયા..
દાહોદ તા.૨૦
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ચમારીયા ગામે જાહેરમાં પત્તા પાનાના જુગાર ધામ પર પોલીસે ઓચિંતી રેડ પાડતાં જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યાં હતાં. પોલીસે ૧૧ જુગારીઓને ઝડપી પાડી દાવ પરથી તેમજ અંગ ઝડતીમાંથી કુલ રોકડા રૂપીયા ૨૬,૪૬૦ તેમજ મોબાઈલ ફોન નંગ. ૦૪ મળી કુલ રૂા. ૪૪,૪૬૦નો મુદ્દામાલ કબજે કર્યાંનું જાણવા મળે છે.
ગત તા.૧૯મી જુનના રોજ સંજેલી પોલીસને મળેલ બાતમીના આધારે ચમારીયા ગામે જાહેરમાં રમાતા પત્તા પાનાના જુગાર ધામ પર ઓચિંતી રેડ પાડતાં જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યાં હતાં. જુગાર રમી રહેલ સાજીદ મુસ્તાક જર્મન, ઈમરાન અનીસ ગાંડા, સલીમ રસીદ શેખ, રહીશ ગુફરાન શેખ, ઈમ્તીયાઝ મુસ્તાકભાઈ જર્મન, વિક્રમભાઈ અજીતસિંહ સોલંકી, ફારૂકભાઈ ગનીભાઈ સાહીયા, નામદાર અહેમદ શેખ, મજીદભાઈ સત્તારભાઈ નાથુ, કાદરભાઈ મોહમંદભાઈ ભટીયાસ અને વનરાજસિંહ અંબાલાલ ઝાલા (તમામ રહે. સંજેલી, તા. સંજેલી, દાહોદ) નાને પોલીસે ઝડપી પાડી દાવ પરથી તેમજ તેઓની અંગ ઝડતીમાંથી પોલીસે કુલ રોકડા રૂપીયા ૨૬,૪૬૦ તેમજ મોબાઈલ ફોન નંગ. ૪ મળી કુલ રૂા. ૪૪,૪૬૦નો મુદ્દામાલ ઝડપી પાડી ઉપરોક્ત તમામ જુગારીઓ વિરૂધ્ધ સંજેલી પોલીસે જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધી તમામને જેલના સળીયા પાછળ ધકેલી દીધાંનું જાણવા મળે છે.