Sunday, 08/09/2024
Dark Mode

સંજેલી તાલુકાના કરંબા ગામેં અગાઉના ઝઘડાની અદાવતે 14 માણસોના ટોળાએ એક વ્યક્તિના ઘરે પથ્થરમારા વડે મકાનના નળિયાં તેમજ વાહનોમાં તોડફોડ કરી ધીંગાણુ મચાવ્યું..

May 25, 2022
        913
સંજેલી તાલુકાના કરંબા ગામેં અગાઉના ઝઘડાની અદાવતે 14 માણસોના ટોળાએ એક વ્યક્તિના ઘરે પથ્થરમારા વડે મકાનના નળિયાં તેમજ વાહનોમાં તોડફોડ કરી ધીંગાણુ મચાવ્યું..

સુમિત વણઝારા

સંજેલી તાલુકાના કરંબા ગામેં અગાઉના ઝઘડાની અદાવતે 14 માણસોના ટોળાએ એક વ્યક્તિના ઘરે પથ્થરમારા વડે મકાનના નળિયાં તેમજ વાહનોમાં તોડફોડ કરી ધીંગાણુ મચાવ્યું..

દાહોદ તા.૨૫

 દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના કરંબા ગામે અગાઉના ઝઘડાની અદાવત રાખી ૧૪ જેટલા ઈસમોના ટોળાએ એકસંપ થઈ ગેરકાયદેસર મંડળી બનાવી, કીકીયારીઓ કરી એકના ઘર તરફ આવી છુટ્ટા પથ્થરો મારી, ઘરના નળીયાની તોડફોડ કરી તેમજ મોટરસાઈકલોની તોડફોડ કરી ભારે ધિંગાણું મચાવતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાંતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 ગત તા.૨૩મી મેના રોજ કરંબા ગામે ખોબરા ફળિયામાં રહેતાં ફુલસીંગભાઈ મલાભાઈ માવી, વકલાભાઈ માલાભાઈ માવી, જાેનશનભાઈ હકલાભાઈ માવી, હસમુખભાઈ મલાભાઈ માવી અન્ય ઈસમો મળી કુલ ૧૪ જેટલા ઈસમોએ પોતાના હાથમાં મારક હથિયારો લઈ ગામમાં રહેતાં સુરેશભાઈ મોતીભાઈ માવીના ઘરે અગાઉના ઝઘડાની અદાવત રાખી આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી એકદમ ઉશ્કેરાઈ જઈ છુટ્ટા પથ્થરો મારી તેમજ ઘરના નળીયાની અને મોટરસાઈકલોની તોડફોડ કરી નુકસાન પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં આ સંબંધે સુરેશભાઈ મોતીભાઈ માવીએ સંજેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!