કપિલ સાધુ :- સંજેલી
સંજેલી તાલુકાના કરંબા ગામે એડોલસન હેલ્થ એન્ડ વેલનેસ કેમ્પ કિશોર સ્વાસ્થ્ય દિવસની ઉજવણી કરાઈ…
સંજેલી તા.21
સંજેલી તાલુકાના કરંબા ગામે તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડો.હિતેશ ચારેલ ના માર્ગદર્શન હેઠળ એડોલસન હેલ્થ એન્ડ વેલનેસ કેમ્પ કિશોર સ્વાસ્થ્ય દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં કરંબા ના તાલુકા સભ્ય શ્રી જગદીશભાઈભાઈ પરમાર તેમજ ધનાભાઈ માવી ની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ શરૂ થયો હતો તેમજ આરોગ્ય વિભાગના RBSK ડો. મુકેશ ભગોરા અને ડો. સીમા જૈન દ્વારા કિશોરાવસ્થામાં થતા શારિરીક, માનસિક વિકાસ અને ફેરફારો વિશે માહિતી આપી, વ્યસન અટકાવ, એનીમિયા અને માસિક ધર્મ વિશે માર્ગદર્શન આપી માસિક દરમ્યાન થતી તકલીફો અને ઉપાયો અંગે ચર્ચા કરવામાં આવી.* કીશોર કિશોર-કિશોરીઓને વિવિધ માહિતી આપવામાં આવી હતી . જેમાં 10થી 19 વર્ષના કિશોર-કિશોરીઓને આરોગ્યલક્ષી માહિતી ગ્રામ્ય સ્તરેથી પુરી પાડવામાં આવી હતી જેમાં કિશોરીઓને તેમની ઉંમર માં થતા ફેરફારો બાબતે સમજ આપવામાં આવી હતી આરોગ્યલક્ષી વિવિધ પ્રશ્નો જે કિશોરીઓમાં થતા હોય છે તે બાબતે તેમને વિસ્તૃત રીતે શરીરમાં થતાં પરિવર્તનો બાબતે સમજાવવામાં આવ્યું હતું . કિશોરાવસ્થામાં થતા શારીરિક માનસિક વિકાસ અને ફેરફારો વિશે માહિતી આપીને કિશોરોમાં પણ વ્યસન અટકાવવું એનિમિયા અને કિશોરીઓમાં માસિક ધર્મ વિશે માર્ગદર્શન તેમજ તે સમયમાં થતી તકલીફો અંગે ના ઉપાયો બાબતે સમજણ આપવામાં આવી હતી . આ કાર્યક્રમમાં આવેલ કિશોર અને કિશોરીઓને ટીફીન બોક્સ ,સેનેટરી પેડ સહિતની વસ્તુઓ આવેલા મહાનુભાવો તેમજ અધિકારીના હસ્તે આપવામાં આવી હતી.જેમાં PHC મેડિકલ ઓફિસર , RBSK મેડિકલ ઓફિસર , CHO, MPHW+FHW, આશા બહેન તેમજ કિશોર-કિશોરીઓ હાજર રહ્યા.