સંજેલી બજારમાં બધી જ દુકાનો ખુલી જતા મામલતદાર ,પીએસ આઇ ,નો કાફલો દોડી આવતા દુકાનો ટપોટપ બંધ થઇ
સંજેલી તા.30
સંજેલીમાં શુક્રવારના રોજ હાટ બજાર ભરાતા આસપાસના ગ્રામ્ય વિસ્તાર તેમજ અન્ય તાલુકાના લોકો પણ સંજેલીમાં માલ સામાનની ખરીદી કરવા માટે ઉમટી પડ્યા હતા.જેમાં સંજેલી નગરમાં લોકોની ભીડ જોવા મળી હતી . જેને લઇને સંજેલી મામલતદાર કચેરીના નાયબ મામલતદાર સુજલ ચૌધરી તેમજ મામલતદાર કચેરીનો સ્ટાફ સાથે રહી અને સંજેલી પોલીસ મથકના પી.એસ.આઇ એસ એમ લાસન અને પોલીસ સ્ટાફ સંજેલી બજાર માં આવી પહોંચ્યા હતા તેમજ બજારના વિવિધ વિસ્તારોમાં દુકાનોમાં ભીડ એકઠી થઇ હોય જણાતા અધિકારીઓ દ્વારા ભીડ એકઠી ના કરવા માટે વેપારીઓ ને સૂચનો કરવામાં આવ્યા હતા તેમજ હાલમાં કોરોનાવાયરસ નો સંક્રમણ દિનપ્રતિદિન ફેલાતું હોય. સંજેલી તાલુકામાં પણ દિવસે ને દિવસે કોરોના કેસો માં વધારો થઈ રહ્યો છે. જેના નિયંત્રણ માટે વહીવટી તંત્ર દ્વારા પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે . ત્યારે જિલ્લા કલેકટર દ્વારા પણ જાહેરનામું બહાર પડાયું છે અને તેમાં પણ જણાવવામાં આવ્યું છે કે કોરોના ગાઈડ લાઈન નું ચુસ્તપણે વેપારીઓએ પાલન કરવાનું રહેશે . ત્યારે સંજેલી નગરમાં કરિયાણાની દુકાનો સિવાય પણ ચપ્પલ ની દુકાનો કંગન સ્ટોર વાસણની દુકાનો તેમજ કપડાંની દુકાનો માં બિનજરૂરી રીતે દુકાનો ખોલી તેમજ ભીડ એકઠી કરી વેપારીઓ દ્વારા લાપરવાહી કરાવતી હોય તેવું જણાતા અધિકારીઓ દ્વારા દુકાનોમાંથી લોકોની ભીડ ને દૂર કરવા માટેની ફરજ પડી હતી તેમજ સંજેલી નગરમાં અધિકારીઓ દ્વારા રાઉન્ડ લગાવાતા બપોરના સમયે માર્કેટ ની દુકાનો ટપોટપ બંધ થઈ ગઈ હતી .