
કપિલ સાધુ :- સંજેલી
સંજેલી તાલુકાના ઢાળસિમલ ગામે આકાશી વિજળીથી મોતને ભેટનાર મૃતકના પરિવારને સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યો
સંજેલી તા.30
સંજેલી તાલુકાના ઢાળ સિમલ ગામે તારીખ ૨૩ ના રોજ એક મહિલા ઉપર વીજળી પડી હતી.તેમાં નંદાબેન નામની મહિલાનું અવસાન થયેલ હતું.તેના સંદર્ભે સરકાર ના ધારાધોરણ મુજબ આકાશી વીજળી પડવાના કારણે એના વારસદારોની એસ.ડી.આર.એફ ફંડમાંથી ૪,૦૦,૦૦૦/- નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે સંજેલી તાલુકા પંચાયત ના TDO એસ.કે ગાવિત, નાયબ TDO એમ.એમ. ભુરીયા, તાલુકા પંચાયત પ્રમુખ ભુપેન્દ્રભાઈ, શરદભાઈ બામણીયા,તાલુકા પંચાયત સભ્ય જગદીશભાઈ પરમાર,ન્યાય સમિતિ ચેરમેન અરવિંદભાઈ,સરપંચ રાકેશભાઈ મછાર અને કાર્યકરો તેમજ ગ્રામજનો હજાર રહ્યા હતા.