મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલી તાલુકાના ડોકી-નાના કાળિયા પ્રાથમિક શાળામાં શાળા પંચાયતની ચૂંટણી યોજાઈ.
સંજેલી તા.૨૪
સંજેલી તાલુકાના ડોકી નાના કાળીયા શાળા પંચાયત ચૂંટણીમાં વિવિધ 6 વિભાગમાં ધોરણ પાંચ થી આઠ ના 19 વિદ્યાર્થીઓએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જેમાં કુલ 55 બાળકોએ વોટિંગ કરી સમગ્ર ચૂંટણી પ્રક્રિયાની સમજ મેળવી હતી. શાળા પંચાયતની ચૂંટણીમાં G.S. તરીકે રજાત વિનોદભાઈ L.R. તરીકે નિસરતા ધ્રુવી બેન પ્રાર્થના મંત્રી કટારા શિવરાજ, રમત ગમત મંત્રી બામણીયા ચીટુબેન, સફાઈ મંત્રી હઠીલા આશિષ, તથા આરોગ્ય મંત્રી તરીકે વસૈયા ગુંજન વિજેતા ઉમેદવાર જાહેર થયા હતા. તમામ વિદ્યાર્થીઓએ શાળા પંચાયતની આ બાળસંસદની ચૂંટણીમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાની સમજ કેળવી હતી.સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું આયોજન સામાજિક વિજ્ઞાનના વિષય શિક્ષક નિલેશભાઈ પટેલ આચાર્ય મોરારભાઈ ડાંગી તથા સમગ્ર શિક્ષક મિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું..