સંજેલી તાલુકાના વાંસીયા પ્રાથમિક શાળા ખાતે 81 સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી.

Editor Dahod Live
2 Min Read

સંજેલી મહેન્દ્ર ચારેલ

 

 

સંજેલી તાલુકાના વાંસીયા પ્રાથમિક શાળા ખાતે 81 સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી.

 

પૂર્વ વિદ્યાર્થીના પુત્રના જન્મ દિવસે શાળાનો સ્ટાફ અને બાળકોને બુટ ની ભેટ.

 

પૂર્વ વિદ્યાર્થી પુરવઠા મામલતદાર ના પુત્ર દેવાંગ ના જન્મદિવસની સાથે શાળાના 81 માં સ્થાપના દિવસની ઉજવણી.

 

 

સંજેલી તાલુકા ના વાસીયા પ્રાથમિક શાળાના 81 માં સ્થાપના દિવસની ઉજવણી પૂર્વ વિદ્યાર્થી ની અધ્યક્ષ સ્થાને યોજાય હતી જેમાં કબીર મંદિરના મહંત અને નિવૃત્ત અધિક કલેકટર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

 

સંજેલી તાલુકાના વાસીયા મુખ્ય પ્રાથમિક શાળાના 81 માં સ્થાપના દિવસની ઉજવણી શાળાના પૂર્વ વિદ્યાર્થી ગમનભાઈ વસૈયા ની અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે પૂર્વ વિદ્યાર્થી અને નિવૃત્ત અધિક કલેક્ટર ચીમનભાઈ સંગાડા કબીર મંદિરના મહંત 108 સેવાદાસ સાહેબ કિસાન મોરચાના પ્રમુખ અમરસિંહ બામણીયા માધુભાઈ સંગાડા પૂર્વ વિદ્યાર્થીઓ અને શાળાના આચાર્ય ધનાભાઈ શિક્ષકો સહિત ગામના આગેવાનો અને પૂર્વ વિદ્યાર્થીઓ અને શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા શાળાના પૂર્વ વિદ્યાર્થી અને પુરવઠા મામલતદાર સુનીલભાઈ સંગાડા ના પુત્ર દેવાંગ ના જન્મદિવસની સાથે શાળાના 81 માં સ્થાપના દિવસની ઉજવણી ના કાર્યક્રમ દરમિયાન શાળાના 311 વિદ્યાર્થીઓ અને 11 આચાર્ય અને શિક્ષક ભાઈ બહેનોને બુટ અને મોજા ની ભેટ આપવામાં આવી હતી આ કાર્યક્રમ માં એસએમસી સમિતિના અધ્યક્ષ સહિતના સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article