મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલીમાંથી ટીસાના મુવાડાને ગ્રુપ ગ્રામ પંચાયતમાંથી વિભાજન કરવા માંગ ઉઠી
5 ટર્મ થી ST સિવાય અન્ય જાતિની સીટ ન ફરવાતા ગ્રામજનોમાં નારાજગી.
ટીશાના મુવાડા ગામમાં લગભગ 900 જેટલા મતદારો આવેલા છે.
સંજેલી નગરમાં એક વર્ષથી મંજૂર થયેલા રસ્તાઓની કામગીરી શરૂ ન થતા લોકો ને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
સંજેલી તા.15
સંજેલી ગ્રુપ ગ્રામ પંચાયતમાંથી ટીસાના મુવાડાને વિભાજન કરવા માંગ ઉઠવા પામી છે. પાંચ ટર્મથી ST સિવાય અન્ય જાતિની સીટ ન ફાળવતા ગ્રામજનોમાં નારાજગી જોવા મળી રહી છે. એક વર્ષથી મંજૂર થયેલા રસ્તાઓની કામગીરી શરૂ થતા વાહનચાલકો સહિત ગ્રામજનો ભારે હાલાખી વેઠવાનો વારો આવ્યો છે. સંજેલી ગ્રુપ ગ્રામ પંચાયતમાં ટીસાના મુવાડા ગામનો સમાવેશ થાય છે આ ટીસાનામુવાડા ગામમાં લગભગ 900 જેટલા મતદારો આવેલા છે.સંજેલી માંથી ટીસાના મુવાડા ગ્રામ પંચાયત વિભાજન કરવા અનેક વાર ઠરાવ કરવામાં આવ્યા છે તેમ છતાં પણ તેનું વિભાજન કરવામાં આવતું નથી લગભગ પાંચ ટર્મ થી સંજેલી ગ્રુપ ગ્રામ પંચાયતમાં ST સરપંચ સિવાયની અન્ય જાતિની બેઠક ફાળવવામાં આવતી નથી તેમજ સંજેલી નગરમાં લગભગ એક વર્ષ ઉપરાંત થી ચાર જેટલા મુખ્ય માર્ગો ગટર સાથે મંજૂર થયા છે પરંતુ આ રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવતી નથી પોસ્ટ ઓફિસ ફળિયામાં રસ્તા ગટરની કામગીરી શરૂ કર્યાને એક વર્ષ ઉપરાંત સમય વીતી ગયો છતાં પણ હજી સુધી કામગીરી અધુરી છે
સંજેલી નગરમાં ગટરના અભાવના કારણે ગટરના ગંદા પાણી મુખ્ય માર્ગો પર ચોમાસાની જેમ પાણી વહેતા સ્કૂલના વિદ્યાર્થીઓ અને વાહન ચાલકો ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે સંજેલી આડેધડ ઠેર ઠેર દબાણો ઊભા કરી દેવાતા ટ્રાફિકના દ્રશ્યો પણ સર્જાય છે મુખ્ય રોડ જુના બસ સ્ટેશન વિસ્તારમાં ગટરની સાફ-સફાઈ માટે બનાવેલી લોખંડની જાળી પણ અકસ્માત સર્જે તેવી પરિસ્થિતિમાં છે આમ સંજેલી નગરમાં રસ્તા ગટર બનાવવામાં આવે અને અવારનવાર થતા ટ્રાફિક જામના દ્રશ્યો ની સમસ્યા દૂર કરવામાં આવે તેમજ ટીશાના મુવાડા ગ્રામ પંચાયતનું વિભાજન કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગણી કરવામાં આવી હતી.