સંજેલી ખાતે વસંતપંચમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

Editor Dahod Live
2 Min Read

મહેન્દ્ર ચારેલ :- સંજેલી

સંજેલી ખાતે વસંતપંચમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

વસંતપંચમીના રોજ વિદ્યાર્થીઓ માં સરસ્વતીની પૂજા અર્ચના કરી હતી.

અનાથ બાળકો, અપંગ બાળકો અને અતિ ગરીબ વિદ્યાર્થીઓ વિનામૂલ્યે માર્ગદર્શન આપવામાં આવે છે

સંજેલી તા.27

સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ છેલ્લા 17 વર્ષથી કાર્યરત છે જેમાં ધોરણ 5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવે છે. સાથે સાથે અનાથ બાળકો, અપંગ બાળકો અને અતિ ગરીબ વિદ્યાર્થીઓ વિનામૂલ્યે માર્ગદર્શન, તાલીમ અને જરૂરી મટીરીયલ આપવામાં આવે છે. જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી અને ન્યુ પાર્થ નવોદય – એકલવ્ય તાલીમ વર્ગ સંજેલી – મોરા અને સુખસર તાલીમ કેન્દ્રોના સંચાલક દિલીપકુમાર એચ. મકવાણાએ વસંતપંચમીના અનુસંધાને તાલીમ મેળવી રહેલા વિદ્યાર્થીઓ માં સરસ્વતીની પૂજા અર્ચના કરી હતી અને માં સરસ્વતીના આશીર્વાદ મેળવ્યા હતા. ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીના સંચાલક દિલીપકુમાર એચ. મકવાણાએ સરસ્વતી માતાની પૂજા અર્ચના કરી હતી અને અમારા બાળકોના દિલમાં વસતા રહેજો અને અમારા બાળકોને શૈક્ષણિક કાર્યમાં આગળ વધો એવા આશીર્વાદ માગ્યા હતા અને માતાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. વસંત પંચમીની હાર્દિક શુભકામના સહ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને આ પ્રસંગે ન્યુ પાર્થ એજ્યુકેશન ગૃપના સભ્યો અશ્વિનભાઈ સી. સંગાડા, રાજુભાઈ એસ. મકવાણા, નિકિતાબેન મેડમ તેમજ અન્ય વાલી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article