મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલી મુકામે ચંદુભાઈ પ્રજાપતિ અચરજ’ લિખિત પુસ્તક ‘તરસ ‘ લઘુકથા સંગ્રહનું વિમોચન કરવામાં આવ્યું.
સંજેલીના ચંદુભાઈ પ્રજાપતિની સાહિત્યક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બિરદાવી સન્માન કરાયું.
સંજેલી તા.૦૨
ખેડૂત ખેતમજૂર જાગૃતિ કેળવણી મંડળ, પૂંજાલાલ પરિવાર તથા પ્રજાપતિ સમાજ સંજેલીના સંયુક્ત ઉપક્રમે તેમના બીજા પુસ્તક ‘તરસ’ લઘુકથા સંગ્રહનું વિમોચન કરવામાં આવ્યું. જેમાં પ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી માવજી માહેશ્વરી, દાહોદની પ્રતિષ્ઠિત એમ વાય હાઈસ્કૂલના આચાર્ય શ્રી ભરત જાદવ ‘નિરપેક્ષ’ ખેડૂત ખેતમજૂર જાગૃતિ કેળવણી મંડળના પ્રમુખશ્રી કિરણસિંહ રાવત, દાહોદના સામાજિક કાર્યકર શ્રી નરેશ ચાવડા, તાલુકા પ્રા. શિક્ષક સંઘના પ્રમુખશ્રી રમેશભાઈ સેલોત, મંત્રીશ્રી દિનેશભાઇ ભુરિયા, કિસાન મોરચાના પ્રમુખશ્રી અમરસિંહભાઈ બામણિયા તેમજ તાલુકાના શિક્ષકો , સમાજના યુવાનો અને સંજેલી નગરના આગેવાનોની ઉપસ્થિતિમાં પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. સૌએ શુભેચ્છા પાઠવી હતી.