
જીગ્નેશ બારીયા :- દાહોદ
લીમખેડા તાલુકાના મંગલ મહુડી ગામે એક વ્યક્તિએ બીજી વ્યક્તિની જમીન પચાવી પાડતા લેન્ડ ગ્રે્બિંગનો ગુનો નોંધાયો
દાહોદ તા.૦૮
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મંગલ મહુડી ગામે લેન્ડ ગ્રેબીંગનો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક ઈસમે એક વ્યક્તિની માલિકીની જમીનમાં મકાન બનાવી જમીન પચાવી પાડતાં આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાયાનું જાણવા મળે છે.
મંગલ મહુડી ગામે ડામોર ફળિયામાં રહેતાં ચુનીયાભાઈ સમસુભાઈ ડામોરે પોતાના ગામમાં રહેતાં મગનભાઈ રામસીંગભાઈ રાવતની માલિકીની રે. સર્વે નંબર ૧૧૬વાળી જમીનમાં ચુનીયાભાઈએ પોતાનું પાકુ મકાન બનાવી દીધું હતું અને માટીનું પુરાણ કરી મગનભાઈની જમીન પચાવી પાડી હતી. આ સમગ્ર કિસ્સો વર્ષ ૨૦૧૮ ના જુન માસથી તારીખ ૦૧.૦૬.૨૦૨૧ના રોજ બનવા પામ્યો હતો. લાંબા સમયથી આ વિવાદ ન ઉકેલાતા આખરે ન્યાયની માંગણી સાથે મગનભાઈ રામસીંગભાઈ રાવતે ચુનીયાભાઈ સમસુભાઈ ડામોર વિરૂધ્ધ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
—————————-