Friday, 29/03/2024
Dark Mode

ઝાલોદ તાલુકાના લીમડી ગામે ટ્રક  MGVCL ના ડીપી સાથે અથડાતા અંદાજે 25 હજાર નું નુકશાન થયું 

July 25, 2021
        935
ઝાલોદ તાલુકાના લીમડી ગામે ટ્રક  MGVCL ના ડીપી સાથે અથડાતા અંદાજે 25 હજાર નું નુકશાન થયું 

જીગ્નેશ બારીયા :- દાહોદ 

ઝાલોદ તાલુકાના લીમડી ગામે ટ્રક  MGVCL ના ડીપી સાથે અથડાતા અંદાજે 25 હજાર નું નુકશાન થયું 

દાહોદ તા.૨૫

ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં આવેલ લીમખેડા રોડ પર એક ટ્રકના ચાલકે પોતાના કબજાની ટ્રક પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રસ્તાની બાજુમાં આવેલ મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડની હેવી દબાણની વીજ લાઈનના ટ્રાન્સફોર્મરને ટક્કર મારતા અંદાજે ૨૫ હજારનું નુકશાન થયાનું જાણવા મળે છે.

ગત તારીખ 23મી જુલાઈના રોજ એક મધ્ય પ્રદેશ પાર્સિંગની ટ્રકના ચાલકે પોતાના કબજાની ટ્રક પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ઝાલોદ તાલુકાના લીમડી નગરમાંથી પસાર થઇ રહેલ લીમખેડા રોડ પર એક હોટલની બાજુમાં આવેલ મધ્ય ગુજરાત વીજ કંપની હેવી દબાણની વિજ લાઈનના ટ્રાન્સફોર્મરને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં સરકારી મિલકતને અંદાજે રૂપિયા પચ્ચીસ હજારનું નુકશાન થયું હતું. અકસ્માત સર્જી ટ્રકનો ચાલક ટ્રક લઈને નાસી ગયો હતો.

આ સંબંધે લીમડીના નાયબ ઇજનેર મહેશકુમાર ધુળાભાઈ વસૈયાએ લીમડી પોલીસ મથકે ટ્રકના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!