
દક્ષેશ ચૌહાણ :- ઝાલોદ
ઝાલોદ-લીમડી હાઈવે પર ફોરવ્હીલ ગાડી તેમજ બાઈક ધડાકાભેર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં બાઈક સવાર દંપત્તીનુ મોત
ઝાલોદ તા.03
લીમડી-ઝાલોદ હાઈવે રોડ પર નાનસલાઈ ગામે પેટ્રોલ પંપની પાસે રોડ પર ફોરવ્હીલ ગાડી અને મોટ૨ સાયકલ સામસામે ધડાકાભેર અથડાતાં સર્જાયેલ ગમખ્વાર અસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા પતિ- પત્ની બંનેનું સ્થળ પર જ મોત નિપજ્યાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર પરમ દિવસે રાત્રીના આઠેક વાગ્યાના સુમારે એક વાહન ચાલક તેના કબજાની જીજે-૨૦ એ-૯૦૧૬ નંબરની હોન્ડા કંપનીની અમેજ ફોરવ્હીલ ગાડી લીમડી-ઝાલોદ હાઈવે રોડ પર પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવી નાનસલાઈ ગામે એચ.પી. પેટ્રોલ પંપની પાસે રોડ ૫૨સામેથી આવતી જીજે-૨૦બીસી-૨૦૨૮ નંબરની પ્લેટીના મોટર સાયકલ સાથે ધડાકાભેર અથડાતાં મોટરસાયકલ ૫૨ સવા૨ લાલસીંગભાઈને જમણા પગે ઢીંચણમાં તથા શરીરે ગંભીર ઈજાઓ થવા પામી હતી તેમજ તેની પત્ની કાંતાબેનને માથામાં તથા જમણા હાથે તેમજ શરીરે ગંભીર ઈજાઓ થતાં બંને પતિ-પત્નીનું સ્થળ પર જ મોત નિપજ્યું હતુકંપનીની અમેજ ફોરવ્હીલ ગાડીનો ચાલક તેના કબજાની હોન્ડા કંપનીનીફોરવ્હીલ ગાડી સ્થળ પર જ મૂકી નાસી ગયો હતો.
ઘટનાની જાણ થતાં જ ઝાલોદ પોલિસ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી અને મરણજનાર દંપત્તીની લાશનો કબજો લઈ બંને લાશનું પંચો રૂબરૂ પંચનામું કરી બંને લાશને પોસ્ટમોર્ટમ માટે ઝાલોદ સરકારી દવાખાને મોકલી આપી ઝાલોદ તાલુકાના મધાનીસ૨ગામના નિશાળ ફળિયામાં ધુળીયાભાઈ વીરસીંગભાઈ અડએ નોંધાવેલ ફરિયાદને આધારે હોન્ડા કંનીની અમેજ ફોરવ્હીલ ગાડીની ચાલક વિરૂધ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.