નીલ ડોડીયાર :- દાહોદ
ઝાલોદ તાલુકાના ધાવડીયા આંતરરાજ્ય ચેકપોસ્ટ પર દાહોદ પોલિસે નાકાબંધી દરમિયાન વૈભવી ગાડીમાંથી અંદાજે ત્રણ લાખના વિદેશી દારૂ સહીતના મુદ્દામાલ સાથે રાજસ્થાનના બુટલેગર ને ઝડપી જેલભેગો કર્યોં
દાહોદ તા.૦૮
ઝાલોદ તાલુકાના ધાવડીયા ગામે આવેલ ચેકપોસ્ટ પાસેથી પોલીસે એક વૈભવી ફોર વ્હીલર ગાડીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂના જથ્થા સાથે એકની અટક કરી રૂા.૮૪,૪૮૦ ના પ્રોહી જથ્થા સાથે ગાડી વિગેરેની કિંમત મળી કુલ રૂા.૨,૯૦,૧૫૦નો મુદ્દામાલ કબજે કર્યાનું જાણવા મળે છે.
રાજસ્થાનના વલ્લભનગરજી ઉદેપુર ખાતે રહેતો હિરાલાલ વાલાજી ગાડરી ગત તા.૦૭ મી મે ના રોજ પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી લઈ ઝાલોદ તાલુકાના ધાવડીયા ગામેથી પસાર થઈ રહ્યો હતો. આ દરમ્યાન ધાવડીયા ગામે ચેકપોસ્ટ પર નાકાબંધીમાં ઉભેલ પોલીસને શંકા જતાં ગાડી ઉભી રખાવી હતી અને ગાડીમાં તલાસી લેતાં તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની પેટીઓ નંગ.૧૯ કિંમત રૂા.૮૪,૪૮૦ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત તેમજ વિગેરે મળી કુલ રૂા.૨,૯૦,૧૫૦ નો મુદ્દામાલ કબજે કરી ઝાલોદ તાલુકા પોલીસે ઝડપી પાડેલ હિરાલાલની પુછપરછ કરતાં આ વિદેશી દારૂનો જથ્થો યોગેશભાઈ (રહે.સુરત) નાએ મંગાવ્યાં હતાં અને મંગલવાડ ચોરાહથી એક ઈસમે ભરી આપ્યો હોવાનું જણાવ્યું હતું.
ઝાલોદ તાલુકા પોલીસે ઉપરોક્ત ત્રણેય ઈસમો વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
——————————–