
દક્ષેશ ચૌહાણ :- ઝાલોદ
ઝાલોદ નગરપાલિકાની સામાન્યસભામાં પત્રકારોની બાદબાકી:ગણતરીની મિનિટોમાં તમામ મુદ્દાઓ મંજુર કરાયાં
નગરપાલિકાના બોર્ડમાં પત્રકારોને દૂર રાખી બોર્ડ પૂર્ણ જાહેર કરતાં લોકોમાં તરેહ તરેહની ચર્ચાઓએ જોર પકડ્યું
ઝાલોદ તા.23
ઝાલોદ નગરપાલિકામાં ગઈકાલે સામાન્ય સભામાં સ્થાનિક પત્રકારોને પ્રવેશ બાકાત રખાતાં વિવાદોથી ઘેરાયેલી ઝાલોદ નગરપાલિકામાં વધુ એક ચકચારી ઘટનાક્રમ સાથે યોજાયેલી સામાન્ય સભા ગણતરીની મિનિટોમાં 17 મુદ્દાઓ પાસ કરી દેતાં નગરમાં તરેહ તરેહની ચર્ચાઓ જન્મ લીધો છે.
ઝાલોદ નગરપાલિકાનાં કોર્પોરેટર હિરેન પટેલની હત્યા બાદ વિવાદોમાં આવી હતી.ત્યારે બાદ ઝાલોદ નગરપાલિકાનાં કોર્પોરેટર અંતિમ અગ્રવાલ દ્વારા ઝેરના પારખા કરી સુસાઇટ કરતા ઝાલોદ નગરપાલિકામાં ક્યાંક ને કયાંક રંધાયું હોવાની ચર્ચાઓ સાથે વિવાદોએ જન્મ લીધો હતો.જોકે ઝાલોદ નગરપાલિકા વગેરેથી થયેલ હોવાની ચર્ચાઓ આક્ષેપો પ્રતિ આક્ષેપો ની વચ્ચે તપાસની આંટીઘૂંટીમાં ફસાયેલી જોવા મળી રહી છે. જોકે આ બધા ઘટનાક્રમ બાદ કરતા ગઈકાલે ઝાલોદ નગરપાલિકાની સાધારણ સભા યોજવામાં આવી હતી.તેમાં પત્રકારોને બાકાત રાખી યોજાયેલી સામાન્ય સભામાં ગણતરીની મિનિટોમાં 17 મુદ્દાઓ વગર ચર્ચાએ મંજુર કરી દેવાતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.