ગરબાડા: કોરોના મહામારી દરમિયાન ગ્રામ્ય વિસ્તારોમાં મોબાઇલ ઇન્ટરનેટની અસુવિધા વચ્ચે સ્વખર્ચે 11 ટીવી સેન્ટર ઉભા કરી બાળકોને ભણાવતા કામાવીરા પ્રાથમિક શાળાના શિક્ષકો ..

Editor Dahod Live
2 Min Read

રાહુલ ગારી :- જેસાવાડા 

ગરબાડા: કોરોના મહામારી દરમિયાન ગ્રામ્ય વિસ્તારોમાં મોબાઇલ ઇન્ટરનેટની અસુવિધા વચ્ચે સ્વખર્ચે 11 ટીવી સેન્ટર ઉભા કરી બાળકોને ભણાવતા કામાવીરા પ્રાથમિક શાળાના શિક્ષકો 

ગરબાડા તા.29

કોરોના મહામારી વચ્ચે ગ્રામ્ય વિસ્તારો માં મોબાઈલ, ઈન્ટરનેટ કે ટીવીની અસુવિધાઓ વચ્ચે ગરબાડા ની કામાવીરા પ્રા.શાળા ના શિક્ષકો એ જાતમહેનત થી 11 ટીવી સેન્ટર ઊભા કરી બાળકો ને શિક્ષણ આપી રહ્યા છે. જોકે ગતવર્ષ થી ચાલી રહેલ કોરોના મહામારી વચ્ચે શાળા ઑ માં શિક્ષણ બંધ કરી ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યા પરંતુ દાહોદ જિલ્લા ના અંતરિયાળ વિસ્તારો માં ગરીબ બાળકો માટે ઓનલાઈન શિક્ષ્ણ મળવું મુશ્કેલ છે આવા વિસ્તારો માં શિક્ષણ પહોચડવું પડકારરૂપ કહી શકાય પરંતુ ગરબાડા તાલુકાનાં કામાવીરા પ્રાથમિક શાળા ના શિક્ષકો એ ગરીબ બાળકો ને શિક્ષણ આપવાનો દ્રઢ નિશ્ચય કરી ગામ માં અલગ અલગ ફળિયા માં 11 ટીવી સેન્ટર તૈયાર કરી તમામ બાળકો ને શિક્ષણ આપવાની શરૂઆત કરી  હતી.

દાહોદ જીલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે અને મોટેભાગ ના પરિવારો ખેતી કે મજૂરી કામ ઉપર નિર્ભર રહેતા હોય છે અને આર્થિક ભિસ ના કારણે આધુનિક ઉપકરણો વાપરવાથી પણ વંચિત હોય છે ત્યારે કોરોના મહામારી માં ચાલી રહેલ ઓનલાઈન શિક્ષણ એક પડકારરૂપ કહી શકાય ગામડાઓ માં મોબાઈલ, ઇન્ટરનેટ કે ટીવી જેવા ઉપકરણો નો અભાવ હોય છે ત્યારે કામાવીરા પ્રાથમિક શાળા ના શિક્ષકો એ જૂના ટીવી, ડીશ, રિસીવર એકઠા કરી શાળા ના શિક્ષક ભૂપત ભાઈ કે જેઓ

ટેકનિકલ અનુભવ ધરાવે છે તેથી જૂના ઉપકરણો ને રીપેર કરી કામાવીરા ગામ ના અલગ અલગ ફળીયા માં 11 ટીવી સેટ લગાવી ટીવી સેન્ટર ઊભા કર્યા અને ત્યાં આસપાસ ના બાળકો ને ટીવી ઉપર પ્રસારિત થતા શૌક્ષણીક કાર્યક્રમો મારફતે શિક્ષણ આપવાનું શરૂ કર્યું છે દરેક કેન્દ્ર ની અલગ અલગ શિક્ષકો ને જવાબદારી સોપવામાં આવી છે અને નિયમિત મોનિટરિંગ કરી બાળકો ને માર્ગદર્શન પૂરું પાડી કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ના રહે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે

 

Share This Article