Thursday, 03/04/2025
Dark Mode

મહીસાગર જિલ્લાના “પટેલિયા” અટકવાળા ઇસમોને “પટેલીયા” જાતિના ઈસમો તરીકે અનુસૂચિત જનજાતિ ના પ્રમાણપત્રો આપવાની બંધારણ વિરુદ્ધની માંગણી નહીં સ્વીકારવા બાબતે દાહોદના આદિવાસીઓ દ્વારા મહીસાગર જિલ્લા કલેકટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું.

June 11, 2022
        2841

રાજેશ વસાવે, દાહોદ

મહીસાગર જિલ્લાના "પટેલિયા" અટકવાળા ઇસમોને "પટેલીયા" જાતિના ઈસમો તરીકે અનુસૂચિત જનજાતિ ના પ્રમાણપત્રો આપવાની બંધારણ વિરુદ્ધની માંગણી નહીં સ્વીકારવા બાબતે દાહોદના આદિવાસીઓ દ્વારા મહીસાગર જિલ્લા કલેકટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું.

મહીસાગર જિલ્લાના “પટેલિયા” અટકવાળા ઇસમોને “પટેલીયા” જાતિના ઈસમો તરીકે અનુસૂચિત જનજાતિ ના પ્રમાણપત્રો આપવાની બંધારણ વિરુદ્ધની માંગણી નહીં સ્વીકારવા બાબતે દાહોદના આદિવાસીઓ દ્વારા મહીસાગર જિલ્લા કલેકટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું.

તા,૧૧ મહીસાગર

દાહોદ જિલ્લાના આદિવાસી પટેલીયા તેમજ ભીલ સમુદાય દ્વારા મહીસાગર જિલ્લા કલેકટરશ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું જેમાં જણાવવામાં આવ્યું કે મહીસાગરના લુણાવાડા, ખાનપુર, કડાણા, સંતરામપુર પશ્ચિમ ના “પટેલીયા” અટકવાળા અને અનુસૂચિત જનજાતિના હોવાનો દાવો કરતા ઈસમો ભારતના બંધારણની કલમ 342 – (1) મુજબ તારીખ 6/9/1950 ના હુકમથી તત્કાલીન મુંબઈ રાજ્યની અનુસૂચિત જનજાતિની યાદીના ક્રમ નંબર 17 મુજબની પટેલીયા જાતિના નથી. પણ તેઓની જાતિ બારીયા, ઠાકરડા, ક્ષત્રિય કે કોળી છે. આમ બારીયા, ઠાકરડા, ક્ષત્રિય કે કોળી જાતિના ઈસમો પૈકી જે લોકો ની અટક ને જાતિ ગણાવી પોતે પટેલીયા જાતિના હોવાનો દાવો કરે છે. અને અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્ર માંગે છે. તે તદન ખોટા છે. વધુમાં સામાજિક આગેવાન કેતનભાઈ બામણીયા એ મોરવા હડફ ના ધારાસભ્ય તેમજ રાજ્ય કક્ષાના આદિજાતિ મંત્રી નિમિષાબેન સુથાર ઉપર ગંભીર આક્ષેપ મૂકી જણાવ્યું કે તેઓ પણ બોગસ આદિજાતિ પ્રમાણપત્ર ના આધારે ધારાસભ્ય બની ને મંત્રી બન્યા છે. તેવા આક્ષેપો સાથે દાહોદ જિલ્લાના આદિવાસી ભીલ પટેલીયા સમુદાયના સામાજિક અગ્રણીઓ દ્વારા મહીસાગર જીલા કલેકટરશ્રી ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!