ગરબાડામાં જીવલેણ ચાઈનીઝ દોરીનો સોદાગર ને પોલીસે પાંજરે પૂર્યો..
જેસાવાડા બજારમાં ધવલ પરમાર પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો વેચાણ કરતો હતો દરમિયાન પોલીસે ચેકિંગ હાથ ધરી.
રિપોર્ટર:રાહુલ ગારી,ગરબાડા
ગરબાડા તા.12

મકરસંક્રાંતિ એટલે કે ઉતરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે અને દાહોદ જિલ્લા પોલીસ પ્રતિબધિત ચાઈનીઝ દોરી ઝડપી પાડવા માટે તમામ પ્રકારના પ્રયાસો છે કે હાથ ધરી રહી છે તે દરમિયાન જેસાવાડા પોલીસે ચાઈનીઝ દોરીના બે ફીરકા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો.

આગામી મકરસંક્રાંતિના તહેવારને અનુસંધાને ચાઈનીઝ દોરી થી થતા અકસ્માત અટકાવવા માટે સરકાર દ્વારા ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને દાહોદ પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ ચાઈનીઝ દોરા વેચતા દુકાનદારો તેમજ ચાઈનીઝ દોરાનો ઉપયોગ કરતાં ઈસમો ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે જેના સંદર્ભે ગરબાડા તાલુકાના જેસાવાડા ખાતે જેસાવાડા પોલીસને મળેલી બાતમીના આધારે જેસાવાડા પોલીસ અને પોલીસ ઇન્સ્પેક્ટર એન એમ રામીની અધ્યક્ષતામાં જેસાવાડા પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીની હકીકત કરીને જેસાવાડા નીચવાસ ફળિયામાં પોલીસે રેડ કરતા રહેણાક મકાન માંથી ચાઈનીઝ દોરીના 2 ફિરકા સાથે એક ઇસમો ને પકડી પાડી જેસાવાડા પોલીસ મથકે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
જેમાં ધવલ કુમાર બુધાલાલ પરમાર પાસેથી બે ચાઈનીઝ દોરીના માજા ના ફીરકા કિંમત રૂપિયા 800 નો મુદ્દામાલ જપ્ત આરોપી ધવલકુમાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
