ગરબાડા તાલુકાના બોરીયાળા નજીક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર: હત્યા કે આત્મહત્યા..? ઘૂંટાતું રહસ્ય, મરણ જનાર મહિલાનો મૃતદેહ કોહવાઈ ગયેલી હાલતમાં મળી આવતા ચકચાર, હત્યા કે આત્મહત્યા પોલીસ તપાસ શરૃ કરી છે 

Editor Dahod Live
2 Min Read

રાહુલ ગારી :-ગરબાડા

ગરબાડા તાલુકાના બોરીયાળા નજીક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર: હત્યા કે આત્મહત્યા..? ઘૂંટાતું રહસ્ય 

 

મરણ જનાર મહિલાનો મૃતદેહ કોહવાઈ ગયેલી હાલતમાં મળી આવતા ચકચાર, હત્યા કે આત્મહત્યા પોલીસ તપાસ શરૃ કરી છે 

 

ગરબાડા તાલુકાના બોરીયાલા દીવાનય વોડ નજીક ડુંગર વિસ્તાર માંથી એક અજાણી મહિલાનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. જોકે આ મહિલાએ આત્મહત્યા કરી છે કે કોઈકે તેની હત્યા કરી ત્યાં ફેંકી દીધી છે. તે હાલ સ્પષ્ટ થઈ શક્યું નથી પરંતુ ગરબાડા પોલીસે આ મામલે ગંભીરતાથી તપાસ હાથ ધરી છે.

 

 પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાના બોરિયાળા નજીક ડુંગર વિસ્તાર માંથી એક અજાણી મહિલાનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. મહિલાના મૃતદેહને પ્રથમ દર્શનીય જોયા બાદ આ મહિલાનું મૃત્યુ પાંચ કે છ દિવસ અગાઉ થયું હોવાનું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે આ મહિલાએ આત્મહત્યા કરી છે. કે પછી અન્ય કોઈએ આ મહિલાની હત્યા કરી લાશને ડુંગર વિસ્તારમાં ફેંકી દીધી છે. તે એક રહસ્ય બની જવા પામી છે. ગરબાડા પોલીસે આ સમગ્ર મામલાને ગંભીરતાથી લઇ મૃતક મહિલાના મૃતદેહને કબજે લઇ પીએમ અર્થે દાહોદ ખાતે મોકલી દેવામાં આવી છે. ખરેખર આ મહિલાએ આત્મહત્યા કરી છે કે પછી કોઇકે આ મહિલાને હત્યા કરી તેની લાશ અહિયાં ડુંગર વિસ્તારમાં ફેંકી દીધી છે. તેનો ભેદ ડોક્ટર રિપોર્ટ આવ્યા બાદ બહાર આવે તેમ છે. અત્યારે હાલ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઇ ગરબાડા પોલીસે ધરપકડ કરી તપાસનો દોર લંબાવ્યો છે

Share This Article