ગરબાડા પોલીસનું ઉતરાયણ ના પર્વને લઈને દે ધનાધન ચાઈનીઝ દોરી વેચતા ચાર વેપારીને ઝડપ્યા.
રાહુલ ગારી:ગરબાડા
ગરબાડા તા.12
ગરબાડા પોલીસે ચાઈનીઝ દોરીમાંજાના 13 જેટલા ફીરકાઓ જપ્ત કરી ચાઈનીઝદોરી વેચાણ કરતા વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આગામી મકરસંક્રાંતિના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે આકાશમાં પતંગોની પેચ લડાવવાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. જોકે, આ આનંદના તહેવારમાં ઘાતક સાબિત થતી ચાઈનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ પર સરકાર દ્વારા કડક પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ પ્રતિબંધના કડક અમલીકરણ માટે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા દ્વારા ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. જેના ભાગરૂપે જિલ્લા પોલીસ તંત્ર હાલ સક્રિય બન્યું છે અને પ્રતિબંધિત ચીજવસ્તુઓ વેચનારાઓ સામે લાલ આંખ કરી છે.
ગરબાડા પોલીસ દ્વારા એક સફળ કામગીરી કરવામાં આવી છે. મળતી વિગત મુજબ, ગરબાડા પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ રાદડિયા અને તેમની ટીમ ગરબાડા નગરમાં ચાઈનીઝ દોરી ઝડપી પાડવા માટે ચોક્કસ કામગીરી હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે ગરબાડા નગરમાં અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ ઈસમો પોતાના પાસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરવાના હેતુથી જથ્થો રાખી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે તુરંત જ ઈસમો છે તેમના પર દરોડા પાડ્યા હતા.
ગરબાડા પોલીસની દ્વારા અલગ અલગ ચાર ઇસમો પાસેથી તપાસ કરતા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના 13 ફિરકા મળી આવ્યા હતા પોલીસે કુશાગ્ર પરેશભાઈ ભાટીયા આદિલનૂર મહંમદ લખારા હેમંતગીરી કિશોરગીરી ગોસ્વામી દિલીપભાઈ મોહનભાઈ ગેલોદ નામના 4 ઈસમને ઝડપી પાડી ₹5,000 નો ચાઈનીઝ દોરીનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પકડાયેલા આરોપી વિરુદ્ધ ગરબાડા પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
