Sunday, 08/09/2024
Dark Mode

ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ સેવા સંકટ મોચક બની..ગરબાડામાં પ્રસવ પીડા ભોગવી રહેલી સર્ગભાની 108ના કર્મીઓએ એમ્બ્યુલન્સમાં જ નોર્મલ ડિલિવરી કરાવી..

September 23, 2023
        3714
ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ સેવા સંકટ મોચક બની..ગરબાડામાં પ્રસવ પીડા ભોગવી રહેલી સર્ગભાની 108ના કર્મીઓએ એમ્બ્યુલન્સમાં જ નોર્મલ ડિલિવરી કરાવી..

રિપોર્ટર :- રાહુલ ગારી 

ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ સેવા સંકટ મોચક બની..

ગરબાડામાં પ્રસવ પીડા ભોગવી રહેલી સર્ગભાની 108ના કર્મીઓએ એમ્બ્યુલન્સમાં જ નોર્મલ ડિલિવરી કરાવી..

મહિલાએ બે જુડવા બાળકીઓને સાત મહિને જ જન્મ આપ્યો

ગરબાડા તા.23

ગરબાડા તાલુકા સહિત દાહોદ જિલ્લામાં 108 ઈમરજન્સીની સેવા જરૂરિયાત મંદો માટે આશીર્વાદ રૂપ બની રહી છે. ત્યારે ગરબાડા તાલુકાના નળવાઈ ગામે પ્રસુતિની સાતમા મહિનામાં જ પીડા ભોગવી રહેલી ગોરાબેન ને વહેલી સવારે પ્રસુતિનો દુ:ખાવો ઉપડતા પરિવારજનો દ્વારા 108ને જાણ કરાતા ગરબાડા 108ની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પ્રસુતિની પીડા ભોગવી રહેલી મહિલાને 108 દ્વારા હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

આ દરમિયાન પ્રસુતિનો દુખાવો અસહ્ય હોય અને મહિલાનુ ગર્ભાશયનું મુખ ખુલી ગયેલ હોય ફરજ પરના 108ના કર્મચારીઓએ મહિલાની એમ્બ્યુલન્સમાં જ ડીલેવરી કરાવવાની ફરજ પડી હતી. જ્યાં મહિલાએ બે જુડવા બાળકોને જન્મ આપ્યો હતો ડીલેવરી બાદ મહિલાને દાહોદ નાં ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં માંતા સહિત બને જુડવા બાળકોને તબિયત સારી હોય પરિવારજનોએ 108 એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતા ઇએમટી મીનેશભાઈ ગરવાલ અને પાયલોટ ગણેશ ચાવડાનો આભાર વ્યકત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!