
જીગ્નેશ બારીયા :- દાહોદ
ગરબાડામાં આરપીએફમાં નોકરી કરતા હોવાનો ડોળ રચી રેલવેમાં નોકરી પર નોકરી આપવાની લાલચ આપી બેરોજગાર યુવકો પાસેથી સાડા બાર લાખ રૂપિયા પડાવ્યા
મિસ્ટર નટવરલાલે રેલવેમાં નોકરીની લાલચ આપી બેરોજગાર યુવકોને છેતર્યા
દાહોદ તા.6
દાહોદ જિલ્લાના ગરબાડા નગરમાં ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં એક ઈસમે પોતે રેલવેના પોલીસ આરપીએફમાં એસઆઈ તરીકે નોકરીની ખોટી ઓળખ આપી ગરબાડા નગરમાં રહેતા કેટલાક બેરોજગાર યુવકોને નોકરી અપાવવાની લાલચ આપી તેઓના ખોટા આઇકાર્ડ તથા નોકરીના ઓર્ડર ઓ બનાવી કુલ રૂપિયા 12,50,000/- પડાવી લઇ વિશ્વાસઘાત છેતરપિંડી કરતા આ સંબંધે ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
ગરબાડા નગરમાં મોહનીયા ફળિયા ખાતે રહેતા અરવિંદભાઈ મનુભાઈ સંગાડાએ ગરબાડા નગરમાં રહેતા દેવેન્દ્રભાઈ હરીશભાઈ પંચાલ સહિત કેટલાક યુવકોને પોતે રેલવેના પોલીસમાં આરપીએફ માં એએસઆઇ તરીકે નોકરીની ખોટી ઓળખ આપી હતી અને દેવેન્દ્રભાઈ સહિત કેટલાક બેરોજગાર યુવકો ને નોકરી અપાવવાની લાલચ આપી વિશ્વાસમાં લીધા હતા દેવેન્દ્ર ભાઈ સહીદ કેટલાક બેરોજગાર યુવકો પાસેથી મળી કુલ રૂપિયા 12,50,000/- અરવિંદભાઈએ પડાવી લીધા હતા અને ખોટા આઇડી કાર્ડ તથા ફોટા નોકરીના ઓર્ડર પણ કાઢી આપ્યા હતા લાંબા સમય સુધી નોકરીની કોઈ ઠેકાણું ન પડતા અને આખરે પોતે છેતરાયા હોવાનું માલુમ પડતાં દેવેન્દ્રભાઈ હરીશભાઈ પંચાલ દ્વારા આ સંબંધે અરવિંદભાઈ મનુભાઈ સંગાડા વિરુદ્ધ ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી અરવિંદભાઈ મનુભાઈ સંગાડા ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.