ગરબાડા તાલુકાના ગાંગરડીની પરણીતાને આડા સંબંધના વહેમ રાખી ત્રાસ આપતા મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ 

Editor Dahod Live
2 Min Read

રાહુલ ગારી :- ગરબાડા

ગરબાડા તાલુકાના ગાંગરડીની પરણીતાને આડા સંબંધના વહેમ રાખી ત્રાસ આપતા મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ 

ગરબાડા તા.06

ગાંગરડીની પરણીતાએ અકસ્માતમાં ઘાયલ થયેલા પતિની સારવાર માટે વધુ રૂપિયાની જરૂર પડતા કાકા સસરા પાસેથી લીધેલા રૂપિયા પાછા નહીં આપવા પડે તે માટે કાકા સસરા સાથે તેમજ અન્ય પુરુષો સાથે ના આડા સંબંધનો વહેમ રાખી ત્રાસ આપતા પરણીતાએ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ગાંગરડીની અને આંગણવાડી વર્કર તરીકે નોકરી કરતી સવિતા અમલિયાર લગ્ન 12 વર્ષ અગાઉ ભાબરાના પાનસિંગ બામણીયા ના છોકરા સાથે થયા હતા બંનેને વસ્તારમાં 10 અને આઠ વર્ષના બે પુત્રો અને પાંચ વર્ષની પુત્રી છે લગ્નજીવન દરમિયાન પતિ નરેશે 11 વર્ષ જેટલું સારી રીતે રાખી બાદ નરેશભાઈ પરત ઘરે આવતા અકસ્માત થયો હતો જેને સારવાર માટે વધારે રૂપિયા ની જરૂર હોય સવિતાબેને કાકા સસરા તેરસિંગ બામણીયા પાસેથી ઉછીના રૂપિયા લીધા હતા જે પરત આપવા ના પડે તે માટે પતિ નરેશ પત્ની સવિતાબેન ના કાકા સસરા સાથે તેમજ અન્ય પુરુષો સાથેના આડા સંબંધનો શક વહેમ રાખી ગાળો બોલી માર્કુટ કરવા લાગ્યો હતો તેમ જ દિયર ટીનાભાઇ પામાભાઈ બામણીયા ખોટી ચઢામણી કરતા પતિ નરેશભાઈ ઉશ્કેરાઈ જઈ સવિતાબેન ને મારી નાખવાની ધમકી આપી હેરાન પરેશાન કરી શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો જેથી સવિતાબેન તેમના બે પુત્રોને સાસરીમાં મૂકી પુત્રી શિવાંગી સાથે તેના પિયર આવી ગયા હતા. પોતાનો ઘરસંસાર ચાલે તેમ ન હોય સવિતાબેન એ તેમના માતા પિતા અને પરિવારના સભ્યો સાથે આવી દાહોદ મહિલા પોલીસ મથકમાં પતિ અને દિયર સામે શારીરિક અને માનસિક ત્રાસ આપવાની ફરિયાદ નોંધાવી હતી.

Share This Article