ગરબાડા તાલુકા મથકનું નવીન બસ સ્ટેશન હાલની ગ્રામ પંચાયત કચેરી વાળી જગ્યા એ જ બનાવવા વાહન વ્યવહાર મંત્રીને લેખિતમાં રજૂઆત કરાઈ…

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા

 ગરબાડા તાલુકા મથકનું નવીન બસ સ્ટેશન હાલની ગ્રામ પંચાયત કચેરી વાળી જગ્યા એ જ બનાવવા વાહન વ્યવહાર મંત્રીને લેખિતમાં રજૂઆત કરાઈ

ગરબાડા તા.21

 ગરબાડા તાલુકા મથકનું નવીન બસ સ્ટેશન હાલની ગ્રામ પંચાયત કચેરી વાળી જગ્યાએ જ બનાવવા માટે પ્રબળ લોક માંગ ઉઠવા પામી છે આ બાબતે સ્થાનિકો દ્વારા સ્થાનિક કક્ષાએથી લઈને મુખ્યમંત્રી સહિત વાહન વ્યવહાર મંત્રીને પણ લેખિત રજૂઆત કરવામાં આવી છે

હાલમાં નવીન બસ સ્ટેશન બનાવવાની ગતિવિધિ ચાલતી હોય ત્યારે આ નવીન બસ સ્ટેશન હાલની ગ્રામ પંચાયત કચેરી વાળી જગ્યાએ બનાવવામાં આવે તેવી નગરજનોની લાગણી અને માંગણી છે તેમજ ગ્રામ પંચાયત કચેરી ગાંધી ચોક વિસ્તારમાં તેની જૂની જગ્યાએ કાર્યરત કરાય તેમ છે જ્યારે હાલની ગામતળની સરકારી રેવન્યુ વાળી જમીન કે જ્યાં હાલમાં ગ્રામ પંચાયત કચેરી છે તે જગ્યા ઉપર બસ સ્ટેશન બને તો તાલુકામાં અલગ અલગ વિસ્તારમાં જવાની કનેક્ટિવિટી છે ટ્રાફિકની સમસ્યા થાય તેમ નથી ગામતળનો ચોમુખી વિકાસ થાય તેવી સંપૂર્ણ શક્યતા જણાય છે 

 બસ સ્ટેશન બનાવવા માટે હાલની ગ્રામ પંચાયત વાળી જગ્યા સિવાય જો અન્ય સ્થળે બસ સ્ટેશન બનાવવામાં આવશે તો તેમાં ગ્રામજનો નો સખત વિરોધ છે તેમ જ અન્ય સ્થળે બસ સ્ટેશન બનાવવામાં આવશે તો ગ્રામજનોને ગાંધી ચીંધ્યા માર્ગે સત્યાગ્રહ કરવાની ફરજ પડશે

Share This Article