
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા નવાફળિયા સરકારી વિનયન કોલેજના અધ્યાપને પૂજ્ય મોરારિ બાપુના વરદ હસ્તે ડૉ. નાનાભાઈ હ. જેબલિયા સ્મૃતિ સાહિત્ય પુરસ્કાર એનાયત કરાયો..
ગરબાડા તા.03
સાવરકુંડલા સ્થિત સેવા, શિક્ષણ અને સાહિત્યીક પ્રવૃત્તિઓ સાથે સલગ્ન શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા નવોદિત સાહિત્ય સર્જકને નાનાભાઈ હ. જેબલિયા સ્મૃતિ સાહિત્ય પુરસ્કાર લેખકના મૌલિક લેખનને આધિન ઉત્તમ કૃતિને પુરસ્કાર આપવામાં આવે છે. આ પુરસ્કાર સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓના નવોદિત ઉભરતા લેખકો કે જેમને પોતાનું મૌલિક લેખન કર્યું હોય તેઓને જ આપવામાં આવે છે. ફાઉન્ડેશન છેલ્લા 7 વર્ષથી આ પુરસ્કાર આપી લેખકોનું સન્માન કરી ચુક્યું છે હાલ વર્ષ 2022નો “ નાનાભાઈ. હ. જેબલિયા” સ્મૃતિ સાહિત્ય પુરસ્કાર શ્રી ભરત ખેનીને તેઓના સંશોધનાત્મક અને મૌલિક લેખન સભર કૃતિ “ રાજા રવિવર્મા” માટે પૂજ્ય મોરારિ બાપુના હસ્તે પ્રાપ્ત થયો.