
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડામાં બારેમાસ જાહેર રસ્તા પર વહેતા ભૂગર્ભ ગટરના પાણીથી નગરજનોને હાલાકી: ગંદા પાણીના લીધે બાઈક સ્લીપ ખાતા મહિલા પટકાઈ
ગરબાડા તા.03
પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાના આઝાદ ચોક વિસ્તારમાં અધુરી ભૂગર્ભ ગટરના કારણે ગટરનું ગંદુ પાણી બારેમાસ રસ્તા પર રહે છે અને આઝાદ ચોક વિસ્તારના રસ્તા ઉપર ખીચડ સામ્રાજ્ય જોવા મળી રહી છે.અને આવતા જતા વાહન ચાલકોને રસ્તા પર ગટરના ગંદા પાણી વહેવાના કારણે અકસ્માત ભીતિ સર્જાતી હોય છે જેમાં આજે તારીખ 3 જાન્યુઆરીના રોજ સવારના સમયે એક બાઈક ચાલક મહિલા આઝાદ ચોક વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી તે દરમિયાન ગટરના દૂષિત પાણીમાં ગાડીએ સ્લીપ મારતા મહિલા બાઈક સાથે રોડ પર પટકાઈ હતી જેમાં મહિલાને શરીરના ભાગે ઇજાઓ થવા પામી હતી સદ નસીબે વાહન ચાલકોને સવારના સમયે ઓછી અવરજવરના કારણે જાન હાની કરી હતી થોડા સમય પહેલા દાહોદ જિલ્લા વિકાસ અધિકારીએ ગરબાડા ના ભૂગર્ભ ગટરની સમીક્ષા પણ કરી હતી અને ભૂગર્ભા ગટરને ફરીથી ચાલુ કરવા જટિલ મશીન ફાળવવા માટેની પણ નોંધ લીધી હતી આ ઘટના ના દૂષિત પાણીના કારણે ગામ લોકો દ્વારા અનેકવાર ગ્રામ પંચાયતને રજૂઆત કરવામાં આવી છે છતાં પરિણામ આજે 0 જોવા મળી રહ્યું છે હવે જોવાનો રહ્યો આગામી સમયમાં તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવે છે.