મોરબી દુર્ઘટનાના દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપતા તાલુકા વિકાસ અધિકારી સહિતના કર્મયોગીઓ

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી, ગરબાડા 

 

મોરબી દુર્ઘટનાના દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપતા તાલુકા વિકાસ અધિકારી સહિતના કર્મયોગીઓ

ગરબાડા તા 2 :

મોરબી દુર્ધટનાના દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું તાલુકા પંચાયત કચેરી ગરબાડા ખાતે તાલુકા વિકાસ અધિકારી હિરલ પટેલની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું હતું. દિવંગત આત્માઓની શાંતિ માટે અધિકારીશ્રીઓ, કર્મચારીઓએ પ્રાર્થના કરી હતીઅત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી દુર્ઘટનાના દિવંગતોના શોકમાં આજરોજ ૨ નવેમ્બરે ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક પાળવામાં આવ્યો છે. તાલુકા પંચાયત કચેરી ગરબાડા ખાતેના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી હિરલ પટેલ સહિતના અધિકારીશ્રીઓ, કર્મયોગીઓ ઉપસ્થિત રહીને બે મિનિટ મૌન પાળી દિવંગતોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

Share This Article