ગરબાડા તાલુકાના નળવાઇ ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી, ગરબાડા

ગરબાડા તાલુકાના નળવાઇ ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

આઠમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ મામલતદાર શ્રી ની અધ્યક્ષતા યોજાયો

ગરબાડા તાલુકાના નળવાઈ મુકામે આવેલ પ્રાથમિક શાળાના પટાગણમાં મામલતદાર શ્રી ની અધ્યક્ષતામાં આઠમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો જેમાં તાલુકા વિકાસ અધિકારી હિરલ પટેલ ગામ ના સરપંચ સહિત 133 વિધાનસભા ના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા વિસ્તરણ અધિકારી આરોગ્ય અધિકારી શ્રી નર્સ બહેનો પશુ ચિકિત્સા ડોક્ટર વિસ્તરણવિકાસ અધિકારી ગામના તલાટી ગ્રામજનો તેમજ અરજદારો હાજર રહ્યા હતા

આઠમા સેવા સેતુ કાર્યક્રમમાં સરકાર શ્રી ને લગતી વિવિધ સેવાઓ જેવી કે જાતિના દાખલા આવક ના દાખલા રેશનીંગ કાર્ડ માં નામ દાખલ કરવા રેશનીંગ કાર્ડ માં નામ કમી કરવા રેશનિંગ કાર્ડમાં સુધારો કરવા વિધવા સહાય વૃદ્ધ સહાય આધારકાર્ડ આરોગ્ય લક્ષી સેવાઓ વિગેરે સરકારી સેવાઓનો લાભ અરજદારોએ મેળવેલ હતો

Share This Article