રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડામાં મહિલા તાલુકા સભ્યના પ્રેમલગ્નથી નારાજ થયેલા માતા પિતાએ ચાલુ પંચાયત કચેરીમાંથી મહિલાનું ફિલ્મી સ્ટાઇલમાં અપહરણ કરી ફરાર
ગરબાડા તા.30
ગરબાડામાં મહિલા તાલુકા સભ્યના પ્રેમલગ્નથી નારાજ થયેલા માતા પિતાએ તાલુકા સભ્યને ચાલુ પંચાયત કચેરીમાંથી ફિલ્મી સ્ટાઇલ એ અપહરણ કરી બોલેરો ગાડીમાં લઈને ભાગી છુટતા પંચાયત કચેરીમાં એક તબક્કે સ્તબદતાની માહોલની વચ્ચે ખળભળાટ મચી જવા પામ્યો છે. જોકે આ બનાવની જાણ વાયુવેગે પંથકમાં પ્રસરતા તરેહ તરેહની ચર્ચાઓની વચ્ચે અફરા અફરીનો માહોલ જોવા મળ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાની ઝરીબુઝર્ગ – 2 તાલુકા પંચાયત સીટની સદસ્ય ગણાવા વનિતાબેન કરણસિંહ ઉ.વ 22 નીમચ. ગામના યુવક જોડે પ્રેમ લગ્નના ઇરાદે 8 માસ અગાઉ ભાગી ગઈ હતી.જેથી તાલુકા પંચાયત સભ્ય વનિતાબેન સતત ૨ મિટિંગ સુધી ગેરહાજર રહ્યા હોવાથી આજની સામન્ય સભામાં હાજર રહેવું જરૂરી હતું.જેથી વનિતાબેન સામાન્ય સભામાં હાજર રહ્યા હતા.અને આજની સામાન્ય સભામાં હાજરી પત્રકમાં સહી કરવા આવ્યા હતા.તે સમયે માતા-પિતા પણ ત્યાં આવી ચડતા તેમની છોકરીને પાછી લઈ જવા માટે ટી.ડી.ઓની ચેમ્બરમાં જ ખેંચતાણ કરવા લાગ્યા હતા.અને થોડા સમયની ખેંચતાણ બાદ તેના પિતા દ્વારા તેમની છોકરીને ફિલ્મી સ્ટાઈલમાં ઊંચકી લઈ બોલેરો ગાડીમાં બેસાડી ને લઈ ગયા હતા. આ બનાવના સંદર્ભે ગરબાડા તાલુકા વિકાસ અધિકારી હિરલ પટેલે જણાવ્યું હતું કે આજની સામન્ય સભામાં સહી કરવા હાજર રહેલ સભ્ય વનિતાબેનની હાજરી પત્રમાં સહી થયેલ નથી. જેથી સભ્ય વનિતા બેન સતત ત્રણ સામાન્ય સભામાં ગેરહાજર ગણાશે.અને પંચાયતના નિયમ મુજબ જો કોઈ સભ્ય સતત ચાર સામાન્ય સભામાં ગેરહાજર રહે તો તેને સભ્યપદ માટે ગેરલાયક તેમ જણાવાયું હતું.જોકે આ બનાવની જાણ વાયુવેગે પ્રસરતા સમગ્ર ગરબાડા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.ત્યારે આ મામલાની જાણ ગરબાડા પોલીસને થતા ગરબાડા પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.